ટ્રકે ટક્કર મારતા કાર પલટી: પાલનપુર-ડીસા હાઈવે પરના દેવપુરા બ્રિજ પાસે અકસ્માત, કાર ચાલક ઘાયલ
પાલનપુર-ડીસા હાઈવે પર દેવપુરા બ્રિજ નજીક આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રકે કારને ટક્કર મારતા કાર પલટી મારી ગઈ હતી, જેના કારણે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરના દેવપુરા પાટિયા નજીક આવેલા બ્રિજ પર ટ્રકે આગળ જઈ રહેલી કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ફંગોળાઈને પલટી મારી ગઈ હતી.
અકસ્માત બાદ કાર ચાલકને ગંભીર ઈજાઓ થતા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ વધુ એક ઘટનાએ ચિંતા જગાવી છે.
રીપોર્ટ પરબત દેસાઈ પાલનપુર






Total Users : 147373
Views Today : 