જાદર પો.સ્ટે.ના ચેઇન સ્નેચીંગ લુંટના ગુનાના મુદ્દામાલ સાથે એક આરોપીને નેત્રમની મદદથી પકડી લુંટનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા SOG ને સફળતા મળી
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ર્ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબનાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી.ડી.સી.સાકરીયા, ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.ઓ.જી., સાબરકાંઠા સતત માર્ગદશન અને સુચના આધારે શ્રી. કે.યુ. ચૌધરી પો.સ.ઈ એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ચેઇન સ્નેચીંગના ગુના સબંધે કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી.નો અભ્યાસ કરી રહેલ હતો દરમ્યાન જાદર પો.સ્ટે. બનેલ ચેઇન સ્નેચીગના ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટર સાયકલનો રજી નં-GJ 02EB 5730 મળી આવતાં સદરહું મોટર સાયકલ બાબતે તથા દિલ્લીમાં બનેલ બોમ્બ બ્લાસ્ટ અનુસંધાને આપવામાં આવેલ તકેદારીના ભાગરૂપે એસ.ઓ.જી. સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં નીકળેલ હતો દરમ્યાન પેટ્રોલીંગમાં ફરતા ફરતા હિંમતનગર સિવિલ સર્કલ ખાતે આવતાં સાથેના અ.પો.કોન્સ. અતુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૮૪૭ તથા આ.પો.કોન્સ.દિપકસિંહ ભિખુસિંહ બ.નં-૧૦૫૭ નાઓને તેમના ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, રાજ કમેલશભાઇ ભોઇ રહે. પ્રાંતિજવાળો તેના કબજા ભોગવટાનું મોટર સાયકલ નં- GJ 02EB 5730 ઉપર ચોરીનો મુદ્દામાલ લઇ શંકાસ્પદ હાલતમાં હિંમતનગર બસ સ્ટેશનથી ન્યાય મંદિર તરફ જનાર છે. વિગેરે બાતમી હકિક્ત અન્વયે હિંમતનગર ઇડર રોડ, જીલ્લા જેલ આગળ રોડ ઉપર સદરી ઇસમની વોચ તપાસમાં હતા દરમ્યાન નીચે જણાવેલ આરોપીના અંગ કબજામાંથી તુટેલો સોનાનો દોરો વજન ૭.૯૯૦ ગ્રામ ગ્રામ કિંમત રૂપિયા- ૯૧,૮૮૫/- ના શંકાસ્પદ મુદ્દામાલ સાથે મળી આવતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ કબજે લઇ સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧) (ઇ) મુજબ અટક કરી ઉંડાણપુર્વકની પુછપરછ કરતો સદરહું તુટેલો સોનાનો દોરો સદરી આરોપી તથા તેનો મિત્ર સાગર ઠાકોરે હિંમતનગર -ઇડર રોડ હિગરાજ ગામ નજીક એક બહેનના ગળામાંથી ખેંચી લીધેલાનું જણાવતાં સદર ચેઇન સ્નેચીંગ લુંટના બનાવ બાબતે જાદર પો.સ્ટે.તપાસ કરતાં જાદર પો.સ્ટે. ચેઇન સ્નેચીંગ લુંટનો ગુનો દાખલ થયેલાનું જણાઇ આવતાં ચેઇન સ્નેચીંગ લુંટનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી સારૂ મુદ્દામાલ તથા આરોપી હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.
ડીટેક્ટ કરેલ ગુનો
જાદર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૪૨૫૦૫૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૪ (૨),૫૪
કબજે કરેલ મુદ્દામાલ
સોનાનો દોરો વજન ૭,૯૯૦ ગ્રામ કિંમત રૂપિયા- ૯૧,૮૮૫/-, બજાજ કંપનીનું મોટર સાયકલ કિ.રૂ. ૭૦,૦૦૦/-મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૧,૬૧,૮૮૫/-
આરોપીના નામ
રાજ કલેશભાઇ ભોઈ ઉ.વ.-૨૨ રહે. ભોઇવાસ, પ્રાંતિજ જી. સાબરકાંઠા
પકડવાનો બાકી આરોપી
સાગર ઠાકોર રહે. લાકરોડા તા.માણસા
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઃ-
શ્રી.કે. યુ.ચૌધરી, પો.સ.ઇ.,એસ.ઓ.જી. તથા એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ તથા અફે કોન્સ ભાવિનકુમાર તથા
રૂપિયા- ૯૧,૮૮૫/- ના શંકાસ્પદ મુદ્દામાલ સાથે મળી આવતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ કબજે લઇ સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧) (ઇ) મુજબ અટક કરી ઉંડાણપુર્વકની પુછપરછ કરતાં સદરહું તુટેલો સોનાનો દોરો સદરી આરોપી તથા તેનો મિત્ર સાગર ઠાકોરે હિંમતનગર-ઇડર રોડ હિગરાજ ગામ નજીક એક બહેનના ગળામાંથી ખેંચી લીધેલાનું જણાવતાં સદર ચેઇન સ્નેચીંગ લુંટના બનાવ બાબતે જાદર પો.સ્ટે.તપાસ કરતાં જાદર પો.સ્ટે. ચેઇન સ્નેચીંગ લુંટનો ગુનો દાખલ થયેલાનું જણાઇ આવતાં ચેઇન સ્નેચીંગ લુંટનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી સારૂ મુદ્દામાલ તથા આરોપી હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.
પત્રકાર… વિશાલ ચૌહાણ સાબરકાંઠા






Total Users : 147373
Views Today : 