>
Monday, November 17, 2025

કોળી સમાજના આગેવાનો પર મનઘડંત આક્ષેપોથી ભારે નારાજગી: સમાજે જાહેરમાં માફીની માંગ ઉઠાવી

કોળી સમાજના આગેવાનો પર મનઘડંત આક્ષેપોથી ભારે નારાજગી: સમાજે જાહેરમાં માફીની માંગ ઉઠાવી!

 

તાજેતરમાં ઊનાની બનેલી એક ઘટનાની પૃષ્ઠભૂમિએ કોળી સમાજમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. સમાજના અગ્રણી આગેવાનો દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કેટલાક તત્વો દ્વારા કોળી સમાજના નેતાઓ અને રાજકીય પ્રતિનિધિઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદાથી તેમના પર પાયાવિહોણા અને મનઘડંત આક્ષેપો કરવામાં આવ્યા છે. કોળી સમાજના પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે જાણી જોઈને સમાજના આગેવાનોને બુટલેગર તરીકે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિને સમાજ વિરોધી માનસિકતા ધરાવતા તત્વોનું યોજિત બદનામી અભિયાન ગણાવવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ સમાજના રાજકીય પ્રતિનિધિઓની જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો છે.સમાજના આગેવાનો પર એવા ખોટા, આધારહીન અને અપમાનજનક આક્ષેપ કરવા પાછળ સ્પષ્ટ રીતે અમારી સમાજ વિરોધી માનસિકતા જોવા મળે છે. આવા અસત્ય પ્રચાર માટે જવાબદાર લોકો અને તત્ત્વોએ તાત્કાલિક અને જાહેરમાં માફી માંગવી જોઈએ.કોળી સમાજના આગેવાનોએ આ મામલે સખત વલણ અપનાવતા તંત્ર અને આક્ષેપ કરનારા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે જો ખોટી માહિતી ફેલાવનાર તત્વો દ્વારા તાત્કાલિક જાહેરમાં માફી માંગવામાં નહીં આવે,અને ખોટી માહિતી ફેલાવનાર તત્ત્વો સામે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે,તો સમાજ આગામી સમયમાં કડક પગલાં લેવા માટે મજબૂર બનશે.જો પરિસ્થિતિ યથાવત રહેશે તો સમાજને આંદોલનનો માર્ગ પણ અપનાવવો પડી શકે છે. જોકે, સમગ્ર પ્રક્રિયા કાયદા અને લોકશાહી મર્યાદાઓમાં જ શાંતિપૂર્ણ રીતે રહેશે વહીવટી તંત્રને વિનંતી છે શાંતિ જાળવવામાં સહકાર

સમાજના પ્રતિનિધિઓએ વહીવટી તંત્રને ગેરમાર્ગે દોરતી અને સામાજિક તણાવ પેદા કરતી આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે. સમાજે તંત્ર પાસે સામાજિક પ્રતિષ્ઠા અને વિસ્તારની શાંતિ જાળવવામાં સહકાર આપવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores