ઇડર વિધાનસભા ક્ષેત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત એકતા પદયાત્રા યોજાઈ
લોકસભા સાંસદશ્રી શોભનાબેન બારૈયાએ યુનિટી માર્ચ અંતર્ગત એકતા પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
સાબરકાંઠા જિલ્લામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના અવસરે લોકસભા સાંસદ શ્રીમતિ શોભનાબેન બારૈયા સહિત મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્ય અર્પણ કરી ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ઇડર વિધાનસભા મત વિસ્તારમાં આયોજીત આ એકતા પદયાત્રા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઇડર થી શરૂ થઇને શ્રી નગર-સત્યમ ચાર રસ્તા-ત્રિરંગા સર્કલ-ધુળેટા દરવાજા-જલારામ મંદિર થઇને સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે સમાપ્ત થઇ હતી.

એકતા પદયાત્રાના આ રૂટ પર ઠેર-ઠેર નગરજનોએ ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.
આ એકતા યાત્રામાં પદાધિકારીશ્રીઓ,અધિકારીશ્રીઓ તેમજ વિવિધ અગ્રણીશ્રીઓ સહિત વિધ્યાર્થીઓ સહભાગી થઈ ઇડરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ સામાજિક સૌહાર્દ અને રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક જવાબદારીના મહત્વનો સંદેશો ફેલાવ્યો હતો.આ એકતા યાત્રા દરમિયાન આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. આ પદયાત્રામાં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનારને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ એકતા પદયાત્રામાં ઇડર ધારાભ્યશ્રી રમણલાલ વોરા, ઇડર તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાન્તિભાઇ પટેલ,વડાલી તાલુકા પંચાયત પ્રમુખશ્રી,આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી અન્સુયાબેન ગામેતી, ડીવાયએસપીશ્રી સ્મિતભાઇ ગોહિલ,પ્રાંત અધિકારીશ્રી રોનકભાઇ પટેલ,મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રી,અગ્રણીશ્રી અશ્વિનભાઇ પટેલ,વોર્ડના પદાધિકારીશ્રીઓ,સામાજિક સંગઠનોના અગ્રણીશ્રીઓ,પોલીસના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, સ્થાનિક રહેવાસીઓ, યુવાનોએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બ્યુરો રિપોર્ટ ….વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 148051
Views Today : 