ખેડબ્રહ્મા વિધાનસભા ક્ષેત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી પર યુનિટી માર્ચ ભવ્ય યોજાઈ
શાળાના વિદ્યાર્થીઓ સહિત મહાનુભાવો તેમજ સમગ્ર વહીવટી તંત્ર રહ્યું ઉપસ્થિત
ગુજરાત નો પનોતો પુત્ર અને દેશના લોખંડી મહાપુરુષ કે જેને ભારત દેશના 562 રજવાડા એક સાથે વિલીનીકરણ કરી દેશ સાથે જોડેલ જેવા મહાન પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી પ્રસંગે રાજ્ય સભાના સંસદ શ્રીમતી રમીલાબેન બારા તેમજ લોકસભાના સંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને પૂર્વ ધારાસભ્ય અને કન્વીનર શ્રી અશ્વિન કોટવાલ અને હિતેશભાઈ ચૌધરી તેમજ સહ કન્વીનર લૂકેશ ભાઈ અને મોહનભાઈ પટેલ તેમજ અશોક જોષી સાથે તાલુકા પ્રમુખશ્રી હિતેશભાઈ જિલ્લા પંચાયત સદસ્યો હિતેન્દ્રસિંહ બાપુ જિલ્લા પ્રમુખ શ્રી કનુભાઈ તેમજ ભાજપના તમામ હોદ્દેદારો નાયબ કલેક્ટર શ્રી નિમેશ પટેલ અને મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તમામ વહીવટી તંત્ર ઉપસ્થિત રહી ઠેર ઠેર સાત કિલોમીટરના અંદાજિત પદયાત્રામાં જુદી જુદી સંસ્થાઓ અને સ્કૂલો તરફથી સન્માન કરવામાં આવેલ હતું
સરદાર ચોકથી પદયાત્રા નીકળી બસ સ્ટેન્ડ થઈ અને હાઈવે રોડ પર થઈ લક્ષ્મીપુરા ચાર રસ્તા સેવાસદન જ્યોતિ હાઈસ્કૂલ થઈ માણેકનાથ મંદિરમાં સભા સ્વરૂપ તમામ લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે મામલતદાર શ્રીએ સ્વાગત પ્રવચન કરેલ અને પ્રસંગિક ઉદબોધન રાજ્ય સભાના સભ્ય શ્રીમતી રમીલાબેન બારા અને લોકસભા સભ્ય શ્રીમતી શોભનાબેન અને હિતેશ ભાઈ ચૌધરી દ્વારા સરદાર પટેલની કામગીરીને દેશ માટે તેમજ સૌને સ્વદેશી અપનાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેશ પટેલ દ્વારા કરવામાં આવેલ હતી આ પ્રસંગે પોલીસ મિત્રો દ્વારા ખૂબ સરસ વ્યવસ્થા દ્વારા કોઈ અગવડતા ના પડે તે માટે ખડે પગે રહી કાર્યવાહી કરેલ હતી
આમ રાષ્ટ્ર નો સંદેશ સાથે તમામ લોકોમાં રાષ્ટ્રભાવના સાથે ખૂબ જ ઉત્સાહ સાથે તમામ નાગરિકો જોડાયા હતા
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 148171
Views Today : 