લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારના છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા એટ્રોસીટી તથા પોક્સોના ગુન્હાના આરોપીને પકડી પાડતી લાઠી પોલીસ ટીમ
ગૌતમ પરમાર શ્રી પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ રેન્જના જીલ્લામા બનતા અપહરણ તથા પોક્સો સબંધીત ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા તેમજ તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે અનવ્યે સંજય ખરાત શ્રી, પોલીસ અધિક્ષક અમરેલી તેમજ ચીરાગ દેસાઈ શ્રી નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓએ અપહરણ તથા પોક્સો એક્ટ સંબધીત ગુન્હાઓના આરોપીઓને પકડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે એસ.એમ.સોની પોલીસ ઇન્સપેક્ટરશ્રી લાઠી પોલીસ સ્ટેશન
જી.અમરેલીનાઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા લાઠી પોલીસ સ્ટેશન પાર્ટ-A FIR NO. ૧૧૧૯૩૦૩૪૨૪૦૧૫૯/૨૦૨૫ IPC ક.૩૬૩, ૩૬૬,૩૭૬(૨)(જે),(એન)
પોકસો એકટ કલમ.૧૮,૬(૧) તથા એટ્રોસીટી એકટ કલમ.૩(૨)(૫), ૩(૧)(w),(i),૩(૧)(w)(ii) મુજબના
ગુન્હા ના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપી તથા ભોગબનનારને શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
* પકડાયેલ આરોપીની વિગત
જયદીપ વીનુભાઇ પટેલ ઉમર.૨૭ ધંધો. પ્રા.નોકરી રહે. શેખ પીપરીયા.તા.લાઠી જી.અમરેલી
પી.એસ.આઈ.ચેમ્બર
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.સોની તથા અના.હેડ કોન્સ શૈલેષભાઇ દડુભાઇ બ.નં.૯૧૨ તથા અના.હેડ કોન્સ મહાવીરસીંહ બાબુભાઇ બ.નં.૯૫૭ તથા પોલીસ કોન્સ. વિશ્વજીતસિંહ વીરભદ્રસિંહ બ.નં.૧૭૭ તથા પો.કોન્સ. સુનિલસિંહ હરેશભાઇ બ.નં.૧૬૧૮ તથા પો.કોન્સ. અશરફભાઇ દીલુભાઇ બ.નં.૧૫૮૭ નાઓ દ્વારા કરવામા આવેલ છે.
અહેવાલ. મુકેશ ડાભી અમરેલી







Total Users : 148227
Views Today : 