મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત BLO શ્રી શિલ્પાબેનને ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૩ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સન્માનિત કરાયા
ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 01/01/2026ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોનો સમાવેશ સુનિશ્ચિત કરવો અને પાત્રતા ન ધરાવતા, મરણ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા બે જગ્યાએ નોંધાયેલા મતદારોના નામો દૂર કરવાં આવશ્યક છે. આ તમામ કામગીરી બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા કરવામાં આવે છે. BLO હાલના મતદારોની માહિતી *BLO App.*માં મેપિંગ કરે છે, India Election Commission દ્વારા આપેલા ઈન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) વિતરે છે, તે ફોર્મ ભરાવ્યા પછી પરત મેળવી ડિજીટાઇઝેશન કરે છે. BLO ઓછામાં ઓછા ત્રણ વખત ઘરે મુલાકાત લે છે અને વૃદ્ધ, બીમાર, દિવ્યાંગ, ગરીબ અને અન્ય સંવેદનશીલ જૂથના મતદારોને મદદ કરે છે. આ કામગીરી તા. 04/11/2025 થી 04/12/2025 સુધી દિન-૩૦માં માં પૂર્ણ કરવાની થાય છે.
૨૮-ઇડર વિધાનસભા મતવિસ્તારના ભેટાલી ગામના ભાગ નં. ૩૨૫ના BLO શ્રી પંચાલ શિલ્પાબેન ઇશ્વરભાઇ એ તેમના મતવિસ્તારમાં કુલ ૩૮૫ મતદારોનો ઘરેઘરે સંપર્ક કરી EF (ગણતરી ફોર્મ) વિતરણ અને ભરેલા ફોર્મની એન્ટ્રી *BLO App.*માં પૂર્ણ કરી, ભાગ નં. ૩૨૫ની 100% કામગીરી માત્ર 13 દિવસમાં પૂર્ણ કરી ખૂબ જ પ્રશંસનીય ફરજ બજાવી.
જે માટે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સાબરકાંઠા શ્રી લલિત નારાયણ સિંહ સાદું એ BLO શ્રી શિલ્પાબેનને તેમની ઓફિસમાં બોલાવી અભિનંદન પાઠવી પ્રમાણપત્ર સાથે સન્માનિત કર્યા. સાથે જ અન્ય BLOને પણ સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સુચન અપાયું.
બ્યુરો રિપોર્ટ…વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 148590
Views Today : 