પ્રાંતિજ-હરસોલ સ્ટેટ હાઈવે પર રૂ. ૧૪.૨૮ કરોડના ખર્ચે સીસી રોડનું નિર્માણ કાર્ય પૂરજોશમાં, નગરજનોમાં હર્ષની લાગણી પ્રસરી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરના નાગરિકોની લાંબા સમયથી પ્રવર્તતી માર્ગની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, સરકારશ્રી દ્વારા પ્રાંતિજ-હરસોલ સ્ટેટ હાઈવેના પ્રાંતિજ સિટી વિસ્તારમાં હાઈવે થી રેલ્વે સ્ટેશન સુધીના માર્ગને સીસી રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
આ વિસ્તારમાં અગાઉ આવેલો ડામર રોડ વારંવાર તૂટી જવાના કારણે સ્થાનિક લોકોને અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સરકારશ્રી દ્વારા રૂ. ૧૪.૨૮ કરોડ ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે.
નવા બની રહેલા આ સીસી રોડની ગુણવત્તા અને ટકાઉપણું ડામર રોડ કરતાં અનેક ગણું વધારે હોવાથી, આગામી વર્ષો સુધી માર્ગ પરિવહનની સમસ્યાનું નિરાકરણ આવશે. હાલમાં ચાલી રહેલી ઝડપી કામગીરીથી પ્રાંતિજ શહેરના લોકોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 148604
Views Today : 