વડાલી પોલીસ દ્વારા સ્થાનિક ગાંજાના ગુનાનો 7 માસથી ફરાર આરોપી પકડાયો.
પોલીસ મહાનીરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સા.શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ (IPS) સાહેબ સાબરકાંઠાનાઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ નાઓના માર્ગદશન હેઠળ પો.ઇન્સ ડી.આર.પઢેરીયા વડાલી પોલીસ સ્ટેશન તથા સ્ટાફના નરેશભાઈ મોતીભાઈ આ દિશામાં સતત કાર્યરત હતા.
તા.૨૧/૧૧/૨૦૨૫ ના રોજ વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેઓના પેટ્રોલીંગમાં દરમિયાન ધરોઈ ત્રણ રસ્તા ખાતે આવતા અ.પો.કો નરેશકુમાર મોતીભાઈ બ.નં.૯૭૭ નાઓને બાતમી હકીકત મળેલ કે વડાલી પોલીસ પાર્ટ -બી ગુ.ર.નંબર – ૧૧૨૦૯૦૫૪૨૫૦૧૮૬/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૦ (બી) મુજબના કામનો આરોપી દિનેશભાઈ મણાભાઈ ગમાર રહે. છોછર તા.પોશીના જી.સાબરકાંઠાવાળો વડાલી તરફ આવનાર છે જે અનુસંધાને વડાલી બસ સ્ટેન્ડ ખાતે વોચમાં હતા તે દરમ્યાન સદરી ઇસમ આવતા ઇસમને કોર્ડન કરી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આમ વડાલી પોલીસ સ્ટેશનના માદક પદાર્થ ગાંજાના ગુન્હામાં છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને પકડવામાં વડાલી પોલીસને સફળતા મળી
બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 148767
Views Today : 