એ.સી.બી.ની સફળ ટ્રેપ: જુનાગઢ પોલીસના આઉટ સોર્સ ડ્રાઈવર ₹૨ લાખની લાંચ લેતા ઝડપાયો!
જુનાગઢ: એન્ટી કરપ્શન બ્યુરો એ જુનાગઢમાં એક સફળ ટ્રેપ ગોઠવીને પોલીસના MT વિભાગમાં ફરજ બજાવતા આઉટ સોર્સ ડ્રાઈવરને ₹૨,૦૦,૦૦૦/- ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.આરોપી: સંદીપભાઈ રામભાઈ રાવલીયા (ઉ.વ.૩૯), જુનાગઢ પોલીસ MT વિભાગમાં આઉટ સોર્સ ડ્રાઈવર.ફરિયાદીના ભાઈ વિરુદ્ધ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં SC-ST Act અને બળાત્કાર અંગેનો ગુનો દાખલ થયેલો. આ કેસમાં જુનાગઢ FSL નો રિપોર્ટ ફરિયાદીના ભાઈની તરફેણમાં (નીલ) લાવી આપવાના બદલામાં આરોપી સંદીપભાઈએ શરૂઆતમાં ₹૩,૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. અંતે, રકઝકના અંતે ₹૨,૦૦,૦૦૦/- નક્કી થયા હતા.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કર્યો હતો. ACB એ તા. ૨૨/૧૧/૨૦૨૫ ના રોજ મયુર ફરસાણ, મધુરમ વિસ્તાર, જુનાગઢ ખાતે છટકું ગોઠવ્યું હતું. આ છટકા દરમિયાન આરોપી સંદીપભાઈ રાવલીયાએ માંગણી કરેલી લાંચની રકમ ₹૨,૦૦,૦૦૦/- સ્વીકારતા ACB ના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ACB એ લાંચની રકમ સફળતાપૂર્વક રિકવર કરી છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા





Total Users : 148881
Views Today : 