>
Friday, December 5, 2025

ઉના તાલુકાના *જાખરવાડા* ગામે આશરે *એક વર્ષથી રસ્તાની સમસ્યા હોવાથી* અરજદારશ્રી કાનાભાઈ દેવશીભાઈ ચારણીયા તેમજ કાંતિભાઈ મોહનભાઈ મજેઠીયા એ જાખરવાડા ગામના આગેવાનશ્રી કિશનભાઈ ડોડીયા ને રજૂઆત

ઉના તાલુકાના *જાખરવાડા* ગામે આશરે *એક વર્ષથી રસ્તાની સમસ્યા હોવાથી* અરજદારશ્રી કાનાભાઈ દેવશીભાઈ ચારણીયા તેમજ કાંતિભાઈ મોહનભાઈ મજેઠીયા એ જાખરવાડા ગામના આગેવાનશ્રી કિશનભાઈ ડોડીયા ને રજૂઆત કરતા કિશનભાઈ ડોડીયા એ *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ને ટેલિફોનીક રજૂઆત કરી. *ઉનાના સક્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* એ આ રજૂઆતને ધ્યાનમાં લઈને *ગ્રામીણ વિસ્તારના લોકોને કોઈ મુશ્કેલીઓ* ના પડે તે અંતર્ગત *જાખરવાડા* ગામની મુલાકાત લીધી. અને *રોડ બાબતની સમસ્યાના સ્થળની મુલાકાત લઈ અને આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.* અને આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને સમજાવ્યા હતા. તેમજ *ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ કેન્સર થી પીડાતા દર્દીશ્રી રમેશભાઈ બાબુભાઈ ભીલની પણ રૂબરૂ મુલાકાત લીધી.* અને જ્યાં પણ મારી *જરૂરિયાત હોય ત્યાં મારો સંપર્ક કરવો તેવી હૈયાધારણા આપી હતી.* ત્યારબાદ જાખરવાડા ગામે *શિવ મંદિરના જીર્ણોદ્ધાર* નું કામ શરૂ હોય તે કામનું પણ *ઉનાના ધર્મપ્રેમી ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ એ નિરીક્ષણ કર્યું હતું.*બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores