*”સમાજની સમરસતાનું ઉતમ ઉદાહરણ એટલે સમૂહલગ્નો”*
ગીરગઢડા મુકામે *શ્રી સમસ્ત કોળી સમાજ* દ્વારા આયોજીત *શુભ મંગલ વિવાહ* માં *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ ના પુત્રશ્રી વિજયભાઈ રાઠોડ* એ હાજરી આપી હતી. પ્રભુતામાં પગલા પાડતા *”૨૫ નવદંપતીઓને” સુખમય-મંગલમય જીવનના આશીર્વાદ આપ્યા હતા.* આ શુભ મંગલ વિવાહમાં *ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ તરફથી “૨૫ દીકરીઓને” ભેટ સ્વરૂપે પ્રેશર કૂકર અને સ્ટીલની ગોળી આપવામાં આવી હતી.* આ મંગલ વિવાહમાં કોળી સમાજના આગેવાનશ્રી રામભાઈ વાઘેલા, ઉકાભાઈ વાઘેલા, કરણાભાઈ જોળીયા, દિપકભાઈ બાંભણીયા, દિનેશભાઈ બાંભણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે આજરોજ રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી પ્રદ્યુમ્ન વાજા સાહેબ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ના કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાતે પધારવા ના એ કારણોસર તથા ઉના તાલુકાના જાખરવાડા ગામે કેન્સર થી પિડા તા રમેશભાઇ બાબુભાઇ ભીલ ના ખબર અંતર પૂછવા જવાનું હોય આથી મંગલ વિવાહ સમારોહ મા હાજરી આપી શકે તેમ ના હોય
પરંતુ જનતા માટે હર હંમેશ હાજરી આપવા ટેવાયેલ હોય જેથી ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આ પ્રભુતામાં પગલાં પાડતા 25 દંપતી ઓને આશિર્વાદ તથા ભેટ આપવા પોતાના પુત્ર વિજયભાઇ રાઠોડ ને ખાસ ગિર ગઢડા મોકલીઆ હતા બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 152239
Views Today : 