>
Saturday, December 6, 2025

હિંમતનગર વિસ્તારના મકાનમાંથી કફ સીરપ કોડીન બોટલ નંગ 176 કિંમત 33,000 ના મુદ્દા માલ સાથે બે આરોપીને SOG એ ઝડપી પાડ્યા 

હિંમતનગર વિસ્તારના મકાનમાંથી કફ સીરપ કોડીન બોટલ નંગ 176 કિંમત 33,000 ના મુદ્દા માલ સાથે બે આરોપીને SOG એ ઝડપી પાડ્યા

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નાબૂદ કરવા તથા એ ટી એસ ચાર્ટર લગતી કામગીરી કરવા સૂચના આપેલ હતી જે અંતર્ગત પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ દ્વારા જિલ્લામાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોરના માલિકો ડોક્ટરના પ્રિસ્કીપશન વગર નશાકારક સીરપ તથા ટેબલેટ જેવા નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી આમ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા યુવા ધન આવા સીરપ તથા ટેબલેટનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢતું હોય જેથી આવી સીરપ તથા ટેબલેટનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર તથા ઈસમો શોધી કાઢી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે બાબતે ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ને કામગીરી કરવા સૂચના આપેલ હતી જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી સી પરમાર એસ ઓ જી સાબરકાંઠા ની સુચના મુજબ શ્રી પી એમ ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ઓ જી સાબરકાંઠા ના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી સ્ટાફ એટીએસ ચાર્ટર લગતી કામગીરી બાબતે પેટ્રોલિંગમાં હતો

તે દરમિયાન એએસઆઈ અનિરુદ્ધસિંહ શુભેન્દ્રસિંહ તથા અ.પો.કો. કલ્પેશકુમાર કેશવભાઈ ને ખાનગી બાતમીદારથી બાતમી મળી કે એક ઈસમ કાળા કલરની મી મીણીયાની થેલીમાં કફ સીરપની નાની બોટલ લઈને હિંમતનગર બસ સ્ટેશનની સામે શક્તિ હોટલની બાજુમાં મોચીવાસમાં જવાના રોડ ઉપર ઉભો છે જેને શરીરે કાળા કલરની અડધી બોયની ટીશર્ટ પહેરેલ છે જે બાતમીના આધારે પંચો રૂબરૂ બાદની વળી જગ્યાએ જઈ તપાસ કરતા ઈસમ નામે કરુન ઉર્ફે કરણ રામજીભાઈ પરમાર ઉંમર વર્ષ 18 વર્ષ બે માસ રહે. હિંમતનગર બસ સ્ટેશન સામે મોચી વાસ હિંમતનગર જિલ્લો સાબરકાંઠા વાળા પાસેથી મુદ્દા માલ મળી આવતા વધુ પૂછપરછ કરતા મુદ્દા માલ પોતે દર્શન કુમાર ભરતભાઈ પરમાર રહે હિંમતનગર બસ સ્ટેશનની સામે મોચી વાસ વાળાના ઘરેથી લાવેલા અને દર્શન કુમાર પરમાર કફ સીરપ નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ રહે તુલસી ફ્લેટ સહકારી જીનવાળા પાસેથી લાવતા હોવાનું જણાવતા ઈસમને સાથે રાખી દર્શન કુમાર પરમાર ના ઘરે જઈ તપાસ કરતા ઘરેથી મુદ્દા માલ મળી આવેલ ત્યારબાદ ઈસમને સાથે રાખી નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ ચાલીસ રહે તુલસી ફ્લેટ સહકારી જીનવાળા ના રહેણાંક મકાન માં તપાસ કરતા મુદ્દા માલ મળી આવતા તમામ મુદ્દા માલ કબજે લઈ ત્રણેય ઈસમો વિરુદ્ધમાં હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

 

પકડાયેલ ચીજ વસ્તુ ની વિગત…

 

કરણ પરમાર… લેબલ વગરની કફ સીરપ 11 નંગ

મીણીયાની થેલી 1 નંગ

 

દર્શન કુમાર ભરતભાઈ પરમાર.. લેબલ વગરની કફ સીરપ 17 નંગ

સફેદ કલરની થેલી એક નંગ

 

નિલેશકુમાર રમણભાઈ પ્રજાપતિ…TRIPROLIDINE HYDROCHLORIDE &PHOSPHATE ના લેબલ વાળી કપ સીરપ 148 નંગ

 

કુલ કફ સીરપ ની બોટલ 176 નંગ કિંમત ₹33440 ના મુદ્દા માલ સાથે એસ ઓ જી એ ઝડપી પાડ્યા

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores