આજ તારીખ 15/12/25 ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ના ભાગ રૂપે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ, ગીર સોમનાથ નું આયોજન આસોપાલવ લોન્સ, વેરાવળ સોમનાથ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
સદરહુ કાર્યક્રમ માં જિલ્લા માં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેમને પ્રોત્સાહન મળે તે માટે જુદા જુદા તાલુકા ના ખેડૂતો ને તેમની ખેત પેદાશ સાથે પ્રદર્શન સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ. વધુ માં સદરહુ કાર્યક્રમ જિલ્લા કક્ષા ના અમૃત આહાર કેન્દ્ર (પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ) નું ઉદઘાટન કરવામાં આવ્યું. હવે થી દર રવિવારે સવારે 9.0 કલાકથી જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જુદા જુદા સ્થળે અમૃત આહાર કેન્દ્ર થકી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ની ખેત પેદાશ,
ગૌ આધારિત પ્રોડક્ટ નું વેચાણ કરવામાં આવશે. સદરહુ કાર્યક્રમ અંતર્ગત માન જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, માન ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા, વેરાવળ, માન પ્રમુખશ્રી, જિલ્લા સંગઠન વેરાવળશ્રી સંજય પરમાર, માન.પ્રભારી સચિવશ્રી, શ્રી જેનું દેવાન સર, માન CEO Special Project, ડૉ કુલદીપ આર્યા સર, માન. કલેકટર શ્રી, શ્રી એન વી ઉપાધ્યાય સર, પ્રાંત અધિકારી શ્રી વેરાવળ, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી આત્મા તેમજ અન્ય પદાધિકારીશ્રીરી, કર્મચારીશ્રી, કોડીનાર
સુત્રાપાડા SPNF ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની (FPO) ના સ્ટોલ સાથે પ્રતિનિધિ તેમજ જુદા તાલુકા ના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો હાજર રહ્યા હતા.
આજ તારીખ 15/12/25 ના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ના ભાગ રૂપે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ, ગીર સોમનાથ નું આયોજન આસોપાલવ લોન્સ, વેરાવળ સોમનાથ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
અન્ય સમાચાર






Total Users : 154558
Views Today : 