>
Tuesday, December 16, 2025

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના બે આરોપીઓને 1 લાખ 45 હજારના મુદ્દામાલ સાથે સાબરકાંઠા SOG એ પકડી પાડ્યા

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના બે આરોપીઓને 1 લાખ 45 હજારના મુદ્દામાલ સાથે સાબરકાંઠા SOG એ પકડી પાડ્યા

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગતી કામગીરી કરવા તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી.ડી.સી.પરમાર, પો.ઇન્સ.એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓની સુચના મુજબ શ્રી. કે.યુચૌધરી પો.સ.ઈ એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓના માગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે ખેડબ્રહમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના અ.પો.કોન્સ. કલ્પેશકુમાર કેશવલાલ તથા આ.પો.કોન્સ.દિપકસિંહ ભીખુસિંહ નાઓને તેમના ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે, ખેડબ્રહમા પો.સ્ટે. વિસ્તારમાં બનેલ ઘરફોડ ચોરીનો આરોપી મેધરાજસિંહ રાઠોડ ખેડબ્રહમા લક્ષ્મીપુરા ચાર રસ્તા ખાતે ઉભો છે. જેને ડાર્ક ગ્રીન કલરની ટી શર્ટ તથા ડાર્ક ગ્રીન કલરની નાઇટી પહેરેલ છે વિગેરે માહિતી અન્વયે તાત્કાલીક સદરી જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી આરોપી મળી આવતાં સદરીની પુછપરછ કરતાં પોતે તથા તેના મિત્ર ઉત્તમ જીતેન્દ્રકુમાર શાહ નાઓએ ભેગા મળી ચોરી કરેલાની કબુલાત કરતાં સદરીને સાથે રાખી સહ આરોપી ઉત્તમ જીતેન્દ્રકુમાર શાહની તપાસ કરતાં સદરી મળી આવતાં સદરીને એસ.ઓ.જી. કચેરીએ લાવી અલગ-અલગ રાખી યુક્તિ પ્રયુક્તિથી ઉંડાણપુર્વકની પુછપરછ કરતાં બન્ને ગુનો કરેલાની કબુલાત કરતાં ચોરીના મુદ્દામાલ બાબતે પુછપરછ કરતાં સદરીએ શંકાસ્પદ સોનાનું મંગલસુત્ર બતાવતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ કબજે લઇ સદરી આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧) (ઇ) મુજબ અટક કરી ઉંડાણપુર્વકની પુછપરછ કરતાં સદરહું મુદામાલ આજથી આશરે દસ મહિના પહેલાં બન્ને આરોપીઓએ ભેગા મળી ખેડબ્રહમા સરકારી કર્મચારીના બંધ મકાનમાંથી ચોરી કરેલાનું જણાવતાં સદર ઘરફોડ ચોરીના બનાવ બાબતે ખેડબ્રહમા પો.સ્ટે. તપાસ કરતાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલાનું જણાઇ આવતાં ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી સારૂ મુદ્દામાલ તથા આરોપીઓ હિંમતનગર બી ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

 

કબજે કરેલ મુદ્દામાલ

 

કબજે કરેલ ચિજવસ્તું

 

વજન આશરે કિ.રૂ.સોનાનું મંગલસુત્ર

૧૨.૩૭૦ ગ્રામકુલ કિંમત

 

1,45,817/-

 

અટક કરેલ આરોપીના નામ

 

(૧) મેઘરાજસિંહ પ્રવિણસિંહ રાઠોડ ઉ.વ.-૧૯ રહે. જય અંબે સોસાયટી વાસણા રોડ ખેડબ્રહમા તા.ખેડબ્રહમા

 

(૨) ઉતમ જીતેન્દ્રકુમાર ઉર્ફે જયેશકુમાર શાહ ઉ.વ.૩૪ રહે. સાઇનાથ સોસાયટી છઠ્ઠી ગલી ખેડબ્રહમા

 

પકડવાના બાકી આરોપીના નામ:

 

(૧) કુણાલ ઉર્ફે ગોપાલભાઇ ધીરુભાઇ જાતે સોની ઉવ.૪૧ ધંધો. સોનીકામ રહે.ખેડબ્રહમા દેવીનગર સોસાયટી કે.ટી.હાઇસ્કુલ સામે દવે હોસ્પીટલની સામે ખેડબ્રહ્મા તા. ખેડબ્રહમાં જી.સાબરકાંઠા

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores