ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગાંજાના ગુન્હામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને વડાલી પોલીસે ઝડપી પાડ્યો
પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્ર સિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક ડો. પાર્થ રાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા તથા વડાલી પોલીસ સ્ટાફના માણસો કાર્યરત હતા
જે આધારિત 16/ 12/ 2025 ના રોજ સર્વેલન્સ સ્ટાફના માણસો ને દિશામાં સતત તપાસમાં હતા દરમિયાન ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પાર્ટ બી એન ડી પી એસ એક્ટ 1985 ની કલમ 29, 20 (બી) 8 (સી) મુજબના કામનો નાસતો ફરતો આરોપી નિકુંજકુમાર અર્જુનભાઈ પરમાર ઉંમર વર્ષ. 22 રહિત થેરાસણા તાલુકો. વડાલી જિલ્લો સાબરકાંઠા ધરોઈ ત્રણ રસ્તા વડાલી ખાતે ઉભો હોય બાતમી મળતા તરત જ વડાલી સર્વેલન્સ સ્ટાફના માણસો વડાલી ધરોઇ ત્રણ રસ્તા ખાતે પહોંચી જઈ આરોપી નિકુંજ કુમાર અર્જુનભાઈ પરમાર ઉંમર વર્ષ 22 થેરાસણા તાલુકો વડાલી જીલ્લો સાબરકાંઠા ની કોડનકરી પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
આમ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના માદક પદાર્થ ગાંજાના ગુન્હામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં વડાલી પોલીસને સફળતા પ્રાપ્ત થઈ
બ્યુરો રિપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 154827
Views Today : 