હિંમતનગર બી ડીવીઝન પો.સ્ટે.વિસ્તારમાંથી આશરે ત્રણ વર્ષનું બાળક મળી આવતા ગણતરીના કલાકોમા તેના વાલીવારસ શોધી બાળક તેમજ વાલીવારસનો મિલાપ કરાવતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ
તા.૧૬/૧૨/૨૦૨૫ ના રોજ એક જાગ્રુત નાગરીકએ જાણ કરેલ કે હિંમતનગર સબજેલ સામેથી એક ત્રણ વર્ષનું બાળક મળી આવેલ જે બાળકને પોસ્ટે ખાતે લઈ આવતા જે આધારે સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ આજુબાજુના સ્થાનીક કેમેરા ચેક કરી તેમજ હ્યુમન સોર્સની મદદ લઈ મળી આવેલ બાળકના માતા પિતાની શોધ ખોળ શરુ કરેલ અને ગણતરીના કલાકોમા બાળક(કાર્તીક)ના માતા રમીલાબેન તથા પિતા અમીતભાઇ બાબુભાઇ બરંડા રહે,ભોલેશ્વર, હિંમતનગર નાઓને પો.સ્ટે બોલાવી બાળક(કાર્તીક)નો સુરક્ષીત રીતે કબજો સોપવામા આવેલ છે.
આમ,ત્રણ વર્ષના (કાર્તીક)બાળકના વાલીવારસને શોધી બાળકનો તેના માતા પિતા સાથે મિલાપ કરાવી હિંમતનગર બી ડીવીઝન પોલીસ દ્વારા પ્રસંશનીય કામગીરી કરેલ છે.
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા






Total Users : 155090
Views Today : 