>
Friday, December 19, 2025

ભેભા પ્રાથમિક શાળાનું કેબિનેટ મંત્રીશ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ* ના હસ્તે *રીબીન કાપી પ્રાથમિક શાળા* ને ખુલ્લી મૂકવામાં આવી હતી

આજરોજ ઉના તાલુકાના *ભેભા* ગામે *રૂ.૧ કરોડ* ના ખર્ચે નવનિર્માણ થયેલ *શ્રી ભેભા પ્રાથમિક શાળાના ઓરડાઓ* નું લોકાર્પણ *કોડીનારના માનનીય ધારાસભ્યશ્રી તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ* ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. *ભેભા પ્રાથમિક શાળાનું કેબિનેટ મંત્રીશ્રી પ્રદ્યુમનભાઈ વાજા સાહેબ* ના હસ્તે *રીબીન કાપી પ્રાથમિક શાળા* ને ખુલ્લી મૂકવામાં આવી હતી. *આ પ્રાથમિક શાળાનું લોકાર્પણ થવાથી શાળાના શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.*આ તકે જુનાગઢ ના પુર્વ સાંસદ શ્રી દિનુભાઇ સોલંકી તથા ઉના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ કોડિનાર નગરપાલિકા ના ઉપ પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉદબોધન કર્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores