જાદર પો.સ્ટે.ના ચેઇન સ્નેચીંગ લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને સાબરકાઠા SOG એ ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબનાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી.ડી.સી. પરમાર, પો.ઇન્સ. એસ.ઓ.જી., સાબરકાંઠાના માર્ગદશન હેઠળ શ્રી.કે.યુ. ચૌધરી પો.સ.ઇ એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતગનગર એ ડીવિજન પો.સ્ટે, વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન હિંમતનગર મહાવીરનગર સર્કલ ખાતે આવતાં સાથેના આ.પો.કોન્સ.દિપકસિંહ ભિખુસિંહ બ.નં-૧૦૫૭ તથા આ.પો.કોસુશીલકુમાર નરસિંહભાઈ બ.ન-૧૦૬૪ નાઓને તેમના ખાનગી બાતમીદાર થી બાતમી હકિક્ત મળેલ કે, જાદર પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૯૦૨૪૨૫૦૫૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ-૩૦૪ (૨),૫૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી સાગર ઉર્ફે ટેચિયો દશરથજી ઠાકોર રહે-લાકરોટા તા-માણસા જી-ગાંધીનગરવાળો મહાવીરનગર રીવ ફ્રન્ટ કેશવ દાલબાટી આગળ ઉભો છે. જેને શરીરે ખાખી કલરનું સ્વેટર અને નીચે વાદળી કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. વિગેરે બાતમી હકિક્ત અન્વયે તાત્કાલીક બાતમી હકિક્તવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં બાતમી હકિક્તવાળો ઇસમ નામે સાગર ઉર્ફે ટેચિયો દશરથજી ઠાકોર ઉ.વ.- ૨૬ રહે-લાકરોટા તા-માણસા જી-ગાંધીનગરવાળો મળી આવતાં સદરી આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧) (ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે આરોપીને હિંમતનગર એ ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવ્યો
બ્યુરો રીપોર્ટ…. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 999834891






Total Users : 155285
Views Today : 