>
Friday, December 19, 2025

સુશાસનની મહેક : “અટલ નેતૃત્વ, અવિરત વિકાસ”

સુશાસનની મહેક : “અટલ નેતૃત્વ, અવિરત વિકાસ”

 

ખો-ખો એ આપી ખો, છતાં આયુષ્માન કાર્ડ હોવાથી ન લાગી લગારે ભો

—————–

વનરાજભાઈની લિગામેન્ટની ગંભીર ઈજા ‘આયુષ્માન કાર્ડ’થી સારી થઈ

—————–

મધ્યમવર્ગના લોકોની આરોગ્ય સેવા માટે ‘આયુષ્માન કાર્ડ’ પૂરતો ટેકો પૂરો પાડે છે

-વનરાજભાઈ ચૌહાણ

—————–

ભારતને સમૃદ્ધ બનાવવાના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના વિઝન સાથે રાજકીય જીવનનો મૂળભૂત સિદ્ધાંત સુશાસન જોડાયેલો છે. વાજપેયીજીના જન્મદિવસ એટલે તા. ૨૫ ડિસેમ્બરને ભારતમાં ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

 

તમામ નાગરિકોની સાર્વત્રિક આરોગ્ય સંભાળને ધ્યાનમાં રાખીને વર્ષ ૨૦૧૮થી આયુષ્માન ભારત-પ્રધામંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરવામાં આવી હતી. જે આજે રાજ્ય સરકારના સુશાસનનું એક મહત્વનું પરિમાણ બન્યું છે. આ આરોગ્ય સેવાનો લાભ કોડીનારના રહેવાસી વનરાજભાઈને પણ મળ્યો છે.

 

કોડીનાર તાલુકાના રહેવાસી ૨૦ વર્ષીય વનરાજભાઈ અભ્યાસ સાથે રમત-ગમતમાં પણ રૂચિ ધરાવે છે. પરંતુ ખો-ખોની રમત દરમિયાન તેમને ગોઠણના લિગામેન્ટ (ગોઠણના સાંધાના તાણિયો) ની ગંભીર ઈજા થઈ હતી.

 

પહેલા વનરાજભાઈનું નિદાન જૂનાગઢ ખાતે કરાવવામાં આવ્યું હતું. જ્યાં એમ.આર.આઈ. રિપોર્ટમાં તેમને લિગામેન્ટની ઈજા થઈ હોવાની જાણ થઈ હતી. જેની સારવારનો ખર્ચ આશરે રૂ. ૮૦.૦૦૦ જેટલો થવા જતો હતો. જેથી તકેદારીના ભાગરૂપે ઝડપી સારવાર અર્થે વનરાજભાઈએ કોડીનારથી નજીક વેરાવળની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લેવાનું યોગ્ય માન્યું હતું.

 

જેથી વેરાવળમાં આદિત્ય બિરલા હોસ્પિટલના આર્થ્રોસ્કોપિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. સમીર પાંચાણીની આગેવાની હેઠળની ટીમે વનરાજભાઈની લિગામેન્ટની સફળ સારવાર થઈ. આયુષ્માન કાર્ડ હોવાના કારણે વનરાજભાઈને આ સારવાર માટે એકપણ રૂપિયો ચૂકવવો પડ્યો નહોતો.

 

વનરાજભાઈએ જણાવ્યું હતું કે, ખો-ખો રમતા સમયે મને લિગામેન્ટની ઈજા થઈ હતી. જેનો અંદાજિત ખર્ચ પ્રાઈવેટ હોસ્પિટલમાં આશરે રૂ.૮૦.૦૦૦ જેટલો થતો હતો. મારી પાસે આયુષ્માન કાર્ડ હોવાથી મારી લિગામેન્ટની નિ:શુલ્કમાં સર્જરી અને સારવારનો ફાયદો મળ્યો છે. મધ્યમવર્ગના લોકોની આરોગ્ય સેવા માટે ‘આયુષ્માન કાર્ડ’ પૂરતો ટેકો પૂરો પાડે છે.

 

આમ, વનરાજભાઈએ નિઃશુલ્ક તબીબી સેવાઓ પૂરી પાડતાં આયુષ્માન કાર્ડ માટે રાજ્ય સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores