સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ સ્કૂલ હિંમતનગર માં બાળકો ને સમ્માનિત કરતો કાર્યક્રમ યોજાયો
…………………………………………..
સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ અને કોમ્યુટીની ધ યુથ કલેકટીવ દિલ્લી ના સયુંકત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લામાં આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલ હિંમતનગર માં જબરજસ્ત જાગરિક પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં સારું પ્રદર્શન કરી લીડરશિપ લઈએ બહાર આવેલા બાળકોને સંસ્થાના પ્રમુખ ગુલનાર બેન પઠાણ દ્વારા સ્કૂલ ના સંચાલક શ્રી મયંકભાઇ પ્રજાપતિ , ઉપ શિક્ષકશ્રી પૂનમચંદ્ર ચેનવા, પ્રવિણાબેન ખરાડી જયપાલ ભાઈ રાવલ અને પ્રોજેકટ ના હેડ ઝુહિયાખાન પઠાણ ના વરદ હસ્તે સર્ટિફિકેટ અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ શાળાના સો થી વધુ બાળકોને પ્રોગ્રામ ના જે જે સાદેકા મોડાસીયા અને સાનિયા અંસારી, પ્રોજેકટ હેડ ઝુહિયાખાન અને સંસ્થા ના પ્રમુખ ગૂલનાર બેન દ્વારા તાલીમ દરમ્યાન તેમનાં અધિકારો પ્રત્યે જાગૃત કરવા સાથે નિષ્ઠાપૂર્ણ સમર્પણથી તેમની ફરજો અદા કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે સાપ્તાહિક સ્વ અને સમૂદાય આધારિત કાર્યો સુવિધાયુક્ત સત્રો દ્વારા શીખવવામાં આવ્યા. તાલીમ નો હેતુ બાળકો માં નિર્ણયશક્તિ, સહાનુભૂતિ, વિવેચનાત્મક વિચારસરણી , અને સહયોગીઓની સમસ્યા નિરાકરણ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સમાજ શક્તિ વધુ ગાઢ બની શકે તેટલા સક્ષમ કરવાનો હતો. સાથે જબરજસ્ત જાગ્રીક પ્રોગ્રામ માં બાળકોને અધિકારો અને ફરજો વિષેની જીવન ઉપયોગી ગેમ રમાડીને પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા, સ્ટેજ ઉપર પ્રેઝન્ટેશન કરવું અને તેમનામાં રહેલી શિક્ષણ સિવાય ની શક્તિઓને બહાર લાવવા મંચ પ્રદાન કરાવવામાં આવેલ. શાળા વતી થી ગુલનારબેન ને સ્વામી વિવેકાનંદ જી ના જીવન ચરિત્ર નું પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવેલ. પ્રોગ્રામ નું સુંદર સંચાલન ઝુહિયા ખાન અને પૂનમચંદ્ર સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
(અબ્દુલ રઝાક મનસુરી દ્રારા)






Total Users : 155312
Views Today : 