>
Sunday, December 21, 2025

વડાલી તાલુકાના મેધ માં ઝાડી ઝાંખરમાં મગરી માં ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યું

વડાલી તાલુકાના મેધ માં ઝાડી ઝાંખરમાં મગરી માં ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળી આવ્યું

 

વડાલી વડાલીના ​મેધ લક્ષ્મીપુરા રોડ પર ‘મગરી’ તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે ઠંડી વચ્ચે કોઈ અજ્ઞાત પોતાના માસૂમ નવજાત બાળકને તરછોડીને નાસી છૂટ્યું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળી ગોવાળો એકઠા થયા હતા અને સરપંચને જાણ કરતાં પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સ આવી પહોંચ્યા હતા અને નવજાતને સારવાર અર્થે ખસેડયું હતું. મેધની સીમમાં આવેલા મેધ–લક્ષ્મીપુરા રોડ પર ‘મગરી’ તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં શનિવારે સવારે સવારે 9 થી 10 વાગ્યાના સુમારે ગાયો-ભેંસો ચરાવવા ગયેલા સ્થાનિક ગોવાળોને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતાં કાંટાળા ઝાડી ઝાંખરા વચ્ચે લોહી અને ધૂળથી લથબથ હાલતમાં નવજાત મળી આવ્યું હતું. આ ગામના સરપંચને જાણ કરાતાં સરપંચે 108ને જાણ કરતાં વડાલી 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી, બાળકને વડાલી સિવિલમાં લઈ ગઈ હતી. ત્યાં પ્રાથમિક સારવાર બાદ બાળકની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ તેને હિંમતનગર સિવિલના NICU વોર્ડમાં ખસેડાયું છે. પોતાના જ બાળકને જંગલમાં ફેંકી દેવાની હિંમત કરનાર સ્ત્રી-પુરુષ સામે કડકથી કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે. સિવિલના છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળકની હાલત સ્થિર છે. પોલીસે અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી છે. વડાલી પીઆઈ ડી.આર.પઢેરિયાએ જણાવ્યું હતું કે શિશુને રિફર કરાયું છે. ગુનો નોંધી બાળકના માતા ની શોધખોળ હાથ ધરાય છે

 

જન્મ માત્ર 4થી 5 કલાક પહેલા જ થયાનું અનુમાન

 

ફરજ પરના તબીબ ડો. સંકેતે જણાવ્યું કે, બાળકનું વજન 2,300 કિલો છે અને પ્રાથમિક તપાસમાં તેનો જન્મ માત્ર 4 થી 5 કલાક પહેલા જથયો હોવાનું અનુમાન છે. ચિંતાજનક બાબત એ છે કે જન્મ બાદ યોગ્ય સાર-સંભાળના અભાવે નાળમાંથી કે અન્ય રીતે લોહી વહી જવાના કારણે બાળકનું શરીર ફિક્કુંપડી ગયું છે. વધુમાં ઉમેર્યું કે, બાળકની હાલત નાજુક હતી. જીવનરક્ષક પ્રાથમિક સારવાર આપવામાં આવી છે અને નવજાત શિશુને જન્મ સમયે અપાતી તમામ જરૂરી રસીઓ પણ આપી દેવાઈ છે.

 

બાળકના માતા-પિતા ના મળે તો એડોપ્ટ જાહેર કરાય છે

 

સિનિયર એડવોકેટ ભરતભાઈએ જણાવ્યું કે જ્યારે પણ કોઈ બાળક તરછોડાયેલી હાલતમાં મળે, ત્યારે તેની જવાબદારી સીધી સરકાર કાયદાકીય સંસ્થાઓના હાથમાં જાય છે. સૌ પ્રથમ બાળકને તબીબી સારવાર અપાય છે. પોલીસ આ અંગે ‘વર્ધી* નોંધે છે અને બાળકના વાલીવારસની શોધખોળ શરૂ કરે છે. બાળક ડિસ્ચાર્જ થાય એટલે જિલ્લા બાળ કલ્યાણ સમિતિ જ નક્કી કરે છે કે બાળકને ક્યાં રાખવું. બાળકને સરકાર માન્ય શિશુ ગૃહ અથવા સંરક્ષણ ગૃહમાં સોંપાય છે. ત્યાં તેની સારવાર, ખોરાક અને રહેવાની વ્યવસ્થા કરાય છે. તેને કોઈ વ્યક્તિને સીધું સોંપી શકાતું નથી. જો દિવસની અંદર બાળકના માતા-પિતા ન મળે, તો સીડબલ્યુસી દ્વારા તે બાળકને Legally Free for Adoption’ જાહેર કરાય છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores