>
Sunday, December 21, 2025

રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન જીલ્લા કક્ષાનો સશકત નારી મેળો તા ૨૦/૧૨થી૨૨/૧૨હિંમતનગર ખાતે યોજાયો*

*રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન જીલ્લા કક્ષાનો સશકત નારી મેળો તા ૨૦/૧૨થી૨૨/૧૨હિંમતનગર ખાતે યોજાયો*

 

મેળા નું ઉદઘાટન મા.મંત્રીશ્રી સામાજીક ન્યાય અને અધિકારીતા પ્રધ્યુમન વાજા સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યુ.

ઉદઘાટન પ્રસંગે મા. સંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયા,મા. સંસદ સભ્યશ્રી રમિલાબેન બારા,મા. જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ,

મા.ધારાસભ્ય શ્રીઓ શ્રી વી.ડી ઝાલા સાહેબ, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાહેબ, શ્રી રમણલાલ વોરા સાહેબ.

મા. તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિંમતનગર,તલોદ ભા.જ.પ. પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા,

મા. કલેકટર સાહેબશ્રી સા.કાં.,મા.જીલ્લા વિકાસ અધિકારીશ્રી સા.કાં. મા. એસ.પી. સાહેબશ્રી સા.કાં.હાજર રહયા.

ઉપસ્થિત મહેમાન શ્રી ઓ દ્રારા પ્રાસંગીક ઉદબોધન થયા.

લોકલ ફોર વોકલ, અને સશકત નારી સશકત ભારત , વિષયે આવા પ્લેટફોમઁ સરકારશ્રી દ્રારા પુરા પાડવામાં આવે છે.

મહિલા ઉધમી નું સન્માન કરાયુ .

મેળામાં સખી મંડળો, ઔધોગીક સહકારી મંડળીઓ! અને સ્વૈ. સંસ્થા સદભાવના સેવા ટ્રસ્ટ ભાગ લઈ રહિ છે.

મેળા માં હસ્તકલા, હાથશાળ,પ્રાક્રુતિક ખેતી થી પકાવેલા ફળ-અનાજ- કઠોળ અને શાકભાજી ના સ્ટોલ આવેલા છે. અને મોતીકામ- ભરતકામ- અને આયુઁવેદિક દવાના સ્ટોલ, જેવા અનેક ઉત્પાદન નું પ્રદશઁન અને વેચાણ માટે મેળાનું આયોજન થયુ છે.આપ પણ અવશ્ય મુલાકાત કરશો.

(અબ્દુલ રઝાક મનસુરી દ્રારા)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores