*”કાળુભાઈ રાઠોડ નુ નેતૃત્વ,*
*અવિરત વિકાસ”*
*સનખડા ગામે રૂ. ૨૬ લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરતા ઉનાના દુરંદેશી ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ…*

ઉના તાલુકાના *સનખડા* ગામે સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટોમાંથી *રૂ. ૨૬ લાખના ખર્ચે* બનનાર વિવિધ વિસ્તારોમાં *સી.સી.રોડ, પેવર બ્લોક, ગટર બનાવવાના* સહિતના કામોનું *ખાતમુહૂર્ત* આજરોજ *ઉનાના વિકાસશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ *સનખડા એમ.જી.દામાણી હાઈસ્કૂલમાં* ફરજ બજાવતા ગણિત વિષયના શિક્ષક *શ્રી કેશુભાઈ સોલંકી સાહેબ* નો *વિદાય સમારંભ યોજાયો હતો.* આ કાર્યક્રમમાં પણ *ઉનાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* ઉપસ્થિત રહ્યા હતા. અને *35 વર્ષની સેવા બાદ* નિવૃત થયેલા *ગણિત વિષયના શિક્ષક શ્રી કેશુભાઈ સોલંકી સાહેબ* ને *ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ* એ *35 વર્ષ* સુધી *એમ.જી.દામાણી હાઈસ્કૂલમાં* અવિરત સેવા આપવા બદલ *હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા
.* આ તકે સનખડા ગામના સરપંચશ્રી રવિરાજસિંહ રાઠોડ, ખત્રીવાડા ગામના સરપંચશ્રી જીતુભાઈ શિયાળ, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રીશ્રી રાવતસિંહ પરમાર, હમીરભાઈ જાદવ, શિક્ષકગણ તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 156095
Views Today : 