>
Wednesday, December 24, 2025

પોળો ફોરેસ્ટ એક આહલાદક અનુભવ, ગુજરાતનું ગૌરવ- સાબરકાંઠા નું સ્વગઁ પ્રક્રુતિ પ્રેમી હોવ તો આ તમારા માટે*

*પોળો ફોરેસ્ટ એક આહલાદક અનુભવ, ગુજરાતનું ગૌરવ- સાબરકાંઠા નું સ્વગઁ પ્રક્રુતિ પ્રેમી હોવ તો આ તમારા માટે*

 

અરવલ્લી ની ગિરીમાળા અને સાબરકાંઠા નો વિજયનગર તાલુકો તેમાં પોળો ફોરેસ્ટ તરીકે સહેલાણીઓ માટે આત્માનંદનો સાક્ષાતકાર આ જંગલની વિશેષતા એ છે કે અહિંયા જૈવિક વિવિધતા છે. ફોરેસ્ટની જો વાત કરીએ તો સાગ,વાંસ,અજુઁન, અનેક પ્રકારના વ્રુક્ષો ધરાવતુ, ગાઢ જંગલ છે. તો તેમાં હિંસક પ્રાણીઓ રીંછ. દિપડા, અને અન્ય જંગલી પ્રાણીઓ નો વસવાટ છે.અનેક પ્રકારના સરીશ્રુપો નો વસવાટ છે.ચોમાસા માં પ્રક્રુતિ સોળે કળાયે ખીલે છે. ડુંગર પરથી પડતા ધોધ ની મઝા કંઈક ઓર છે. અહિંયાનું પ્રખ્યાત શારણેશ્ર્વર મહાદેવ મંદિર જે ભગ્નાવશેષ છે. છતાં મંદિરમાં પુજા પાઠ થાય છે, તેમજ રોડ ઉપરજ આવેલ છત્રીઓ, પીર સાહેબની દરગાહ, અને ખળ ખળ વહેતી નદી પણ એન્જોય ના નામે ઉંડા પાણીમાં ન જવાય તો આનંદ માં ચાર ચાંદ લાગશે તે નક્કી.

નદીના સામે કિનારે મંદિરો ના ભગ્નાવશેષો છે. પણ હાલ તેની મુલાકાત બંધ છે.

બહાર સ્થાનિક સખી મંડળોના , ખાણી પીણી ના સ્ટોલ આવેલા છે. ઘોડા વાળા પણ પ્રવાસીની રાહ જોતા હોય છે, ફોટોગ્રાફર અને ગાઇડ પણ હોય છે.

(તસ્વીર- અબ્દુલ રઝાક મનસુરી અહેવાલ વિનોદ બ્રહમભટ્ટ)

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores