ગુજરાતી ફિલ્મ લાલો આવી ફરી વિવાદમાં …
દ્વારકામાં નિયમોની એસી તૈસી ગુજરાતી ફિલ્મ લાલો નવા વિવાદમાં સપડી ગઈ છે યાત્રાધામ દ્વારકામાં સુરક્ષા વ્યવસ્થા અને જાહેરનામાના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા ના કારણોસર ડ્રોન ઉડાવવા પર સખત પ્રતિબંધ હોવા છતાં ગુજરાતી ફિલ્મ ની ટીમ એ નિયમોની ઐસીતેસી કરીને શૂટિંગ કર્યા હોવાનું સામે આવ્યું છે દ્વારકા વાસીઓ માટે સર્કિટ હાઉસ ના મેદાનમાં લાલો ફિલ્મનું એક સ્પેશિયલ સ્કેનિંગ યોજવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા સુરક્ષા અને હેતુથી 24 જાન્યુઆરી 2026 સુધી સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કાયદાની પરવા કર્યા વિના સર્કિટ હાઉસ જેવા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન ઉડાડવામાં આવ્યા હતા સામાન્ય લોકો માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે જવાબદાર અધિકારીઓની સામે ડ્રોન ઉડાવવામાં આવતા ચર્ચા જાગી છે
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891








Total Users : 156738
Views Today : 