મજૂર અધિકાર સંગઠન દ્વારા અતિવૃષ્ટિ માં નુકસાન પામેલા પાક બદલ ભાગીયા મજૂરોને પણ વળતર આપવાની માંગ સાથે ખેડબ્રહ્મા પ્રાંત કલેકટરને આવેદનપત્ર અપાયું
ગુજરાત રાજ્યમાં થયેલ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો સાથે ભાગીયા મજૂરોની રોજીરોટી પર પણ ગંભીર અસર પડી છે આ સંદર્ભે મજૂર અધિકાર સંગઠન ગુજરાત દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ભાગ્યા મજૂરોના હિતમાં તાત્કાલિક પગલાં લેવા માટે માંગ ઉઠાવવામાં આવી છે 
મજુર અધિકાર સંગઠનના જણાવ્યા મુજબ રાજસ્થાન તથા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી હજારો આદિવાસી પરિવારો જીવન નિર્વાહ માટે ગુજરાતમાં ખેતી ક્ષેત્રે ભાગીયા મજૂરી માટે સ્થળાંતર કરે છે ખેતરોમાં પરિશ્રમ કરીને પાક ઉત્પાદન કરવામાં ભાગીયા મજૂરોની મહત્વની ભૂમિકા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી પાકને થયેલ નુકસાન બદલ જાહેર કરાયેલા રૂપિયા 10,000 કરોડના રાહત પેકેજ માંથી ભાગ્ય મજૂરોની કોઈ લાભ મળતો નથી જે ગંભીર અન્યાય છે

સંગઠન દ્વારા જણાવ્યું કે ભાગીયા મજૂરો ખેડૂતો પાસેથી લેવાતા અગ્રીમ કરજના કારણે શોષણનો ભોગ બને છે કરજના બદલામાં દિવસ રાત ખેતરોમાં કામ કરાવવું ગાળો ધમકી મારપીટ નક્કી કરેલા ભાગ કરતાં ઓછું ચૂકવવું તથા કરજના બહાને બંધક મજૂરી કરવા મજબૂર કરવાની ઘટનાઓ સતત વધી રહી છે 
સંગઠનની મુખ્ય માંગણીઓ:
1.અતિવૃષ્ટિથી નુકસાન પામેલા પાક બાબતે વાગ્યા મજૂરોનો વિશેષ સર્વે હાથ ધરવામાં આવે અને તેમને યોગ્ય વળતર ચૂકવવામાં આવી
2.ભાગ ખેતી પ્રથા અંગે સ્પષ્ટ કાયદો બનાવવામાં આવે અને ભાગ્યા મજૂરોને શોષણથી સુરક્ષા આપવામાં આવે
3.છેલ્લા પાંચ વર્ષથી સ્થિર રહેલ લઘુત્તમ વેતનમાં વર્તનમાં મોંઘવારી અનુસાર વધારો કરવામાં આવે
4.પાકનું ઉત્પાદન વેચાણની તારીખ અને ભાવ અંગે ભાગ્યા મજૂરોને સંપૂર્ણ પારદર્શક માહિતી આપવામાં આવે
મજુર અધિકાર સંગઠનના 300 થી વધુ લોકો સાથે પ્રમુખ શ્રી તેમા ભાઈ વજાભાઈ ગમાર તથા ઉપપ્રમુખ શ્રી ચંદુભાઈ પરમાર સાથે અત્રીબેન સોહનલાલ પારગી ધુળાભાઈ નંદલાલ ખાખરીયા રાજ્ય સરકારને અપીલ કરી છે કે ભાગ્યા મજૂરોના હિતમાં તાત્કાલિક અને ન્યાયસંગત નિર્ણય લઇ તેમની જીવન જરૂરિયાતો અને અધિકારોનું રક્ષણ કરવામાં આવી તેવી અપીલ કરાઈ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 157229
Views Today : 