>
Friday, December 26, 2025

મરીન ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા ઉના તાલુકાના ખત્રીવાડા ગામે સુરક્ષા ને લઈને મહત્વનું પગલું

* *મરીન ટાસ્ક ફોર્સ પીપાવાવ દ્વારા ઉના તાલુકાના ખત્રીવાડા ગામે સુરક્ષા ને લઈને મહત્વનું પગલું*

 

 

 

મરીન ટાસ્ક ફોર્સ ના અધિક પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક શ્રી ( વહીવટી )નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડર શ્રી પીપાવાવ નાઓ દ્વારા પીપાવાવ સેક્ટરના ઉના તાલુકાના ખત્રીવાડા ગામ ખાતે પીપાવાવ સેક્ટર ના અધિકારી તેમજ જવાનો દ્વારા દરિયાઈ વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ બોટો તેમજ સંભવિત આતંકવાદી પ્રવૃત્તિઓ અને દાણચોરી તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું . તેમજ મરીન ટાસ્ક ફોર્સની કામગીરી અને મરીન સેક્ટર ખાતે ઉપલબ્ધ સંસાધનોની વિગતે માહિતી આપવામા આવી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ના. પો.અધિ. શ્રી પીપાવાવ નાઓ વતી પો.ઇન્સ શ્રી એ.જી.ગામીત, પો.સ.ઇ. શ્રી બી.એચ. પાટીલ, સમગ્ર સ્ટાફ તેમજ ગામના સરપંચ શ્રી જીતુભાઈ શિયાળ નાઓએ કાર્યક્રમ માં ભાગ લઈ લોકો સુધી જાગૃતિ સંદેશ પહોંચાડી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores