વડાલી પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 15 સાથે એક ઈસમને દબોચ્યો
નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થ રાજસિંહ ગોહિલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરીના કેસો શોધી કાઢવા સૂચના આપેલ હોય જે સંદર્ભે ઈડર પોલીસ અધિકારીશ્રી સ્મિત ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો સતત દિશામાં કાર્યરત હતા
તારીખ 26/ 12/2025 ના રોજ ડી સ્ટાફના માણસો સાથે આગામી સમયમાં આવતા ઉતરાયણના તહેવાર અનુસંધાને ગેરકાયદેસર રીતે ચાઇના દોરીનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા મેજી. સાબરકાંઠા હિંમતનગર દ્વારા જાહેરનામુ બહાર પાડેલ હોય જેની અમલવારી કરવા વડાલી પોલીસ સ્ટેશનના બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા ભવાનગઢ ગામે જતા બાતમી મળી કે ગુલાબપૂરા ગામનો રહીશ સુમિત રમણભાઈ પરમાર જે એક હીરો હોન્ડા કંપનીની cd deluxe મોટરસાયકલ ઉપર ચાઈનીઝ દોરી ની ફીરકીઓ રાખી સાબલવાડ ગામ તરફ જાય છે જે બાતમી હકીકતના આધારે ભવાનગઢ ગામના ઉમિયા માતાના મંદિર નજીક વોચમાં ઉભા હતા એટલામાં ભવાનગઢ ગામ તરફથી એક સીડી ડીલક્ષ મોટરસાયકલ આવતી હોય જે ઈસમને હાથનો ઈશારો કરી ઉભી રખાવતા ઈસમ પાસે એક સફેદ કલરના મીડિયાના કોથળામાં જોતા ચાઈનીઝ દોરીના રીલ પડેલા હતા જેથી મોટરસાયકલ ચાલકનું નામ પૂછતા પોતાનું નામ સુમિત કુમાર રમણભાઈ પરમાર ઉંમર વર્ષ 24 રહે ગુલાબપુરા તાલુકો. ઈડર જીલ્લો સાબરકાંઠા હોવાનું જણાવેલ અને ઈસમની સાથે રાખી તેની પાસેના મીડિયાના કોથળામાં જોતા ગોલ્ડ કંપનીની અલગ અલગ કલરની ચાઈનીઝ દોરી ની ફીરકીઓ ભરેલી હોય જે ફીરકીઓ ક્યાંથી લાવેલ હતો અને ક્યાં લઈ જઈ રહેલ હતો તે બાબતે કઈ જણાવતો ન હોય જે ચાઈનીઝ દોરી ની ફીરકીઓ બહાર કાઢી ઘણી જોતા કુલ ૧૫ ફીરકી મળી આવેલ જે એક પૈકીની કિંમત 400 ગણી ફૂલ 15 ફીરકીની કિંમત 6000 રૂપિયા નો મુદ્દામાલ મળી આવતા આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે
આમ વડાલી પોલીસને ગેરકાયદેસર ચાઈનીઝ ફીરકી નો જથ્થો શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત થઈ
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 157385
Views Today : 