અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના તાલુકા પંચાયત ના હોલ માં સામાજિક સમરસતા શિબિર યોજાઈ.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા આણંદ પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા ખંભાત તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી મહિપાલસિંહ વાઘેલા, તાલુકા ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ પરમાર, તાલુકા કારોબારી સમિતિ અધ્યક્ષ રમેશભાઈ ડોઠિયા, તાલુકા પંચાયત સ્ટાફ, ટી . એલ.એમ.શાહીમાં વોરા, એ પીએમ ટીમ, ક્લસ્ટર કોઓર્ડિનેટર,સખી મંડળના અને ગ્રામ સંગઠન ના લીડરો,PMAY સ્ટાફ,SBM સ્ટાફ, મનરેગા સ્ટાફ પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી જગદીશભાઇ પંડ્યા ની ઉપસ્થિતી માં શિબિર યોજાઈ હતી. 
સૌ પ્રથમ આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કર્યું અને મહેમાન પરિચય બાદ પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરી ને સંસ્થા ના ટ્રસ્ટી શ્રી જગદીશભાઇ પંડ્યા એ શિબિર નો હેતુ સમજાવવા માં આવ્યો અને ભારતીય બંધારણ અને એટ્રોસીટી કાયદા ની સમજ આપી અને સંસ્થા ની પ્રવૃતિ ની માહિતી તેમજ સરકારશ્રીની
વિવિધ વિભાગો ની કલ્યાણકારી યોજનાઓ ની માહિતી અને મેળવવા શું શું દસ્તાવેજો જરૂરી છે. લાભ લેવા માટે ની પ્રક્રિયા ની માહિતી આપી હતી. સાથે સાથે ત્રણ વી.ઓ. ને કુલ 8 લાખ રૂપિયા ના લોન ના ચેક પણ પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ ના ટ્રસ્ટી જગદીશભાઇ પંડ્યા ના હસ્તે વિતરણ કરાયું હતું. બહેનો એ પ્રશ્નોતરી કરી શિબિર રસપ્રદ બનાવી હતી. આ શિબિર માં આશરે 50થી વધુ લોકો ઉપસ્થીત રહ્યા હતા.
અંતે આભાર દર્શન સેહજીન બેન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું.
(અબ્દુલ રઝાક મનસુરી દ્રારા)







Total Users : 158136
Views Today : 