ઉના તાલુકાના પાલડી ગામની યુવતીને ગંભીર ઓટોઇમ્યુન બીમારીમાં મળી માનવતાની મિસાલ
કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટે ઉઠાવ્યો સંપૂર્ણ સારવાર ખર્ચ
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામની પ્રવિણા સોલંકી નામની યુવતીને રુમેટોઇડ સંધિવા (Rheumatoid Arthritis – RA) જેવી ગંભીર ઓટોઇમ્યુન બીમારીનું નિદાન થતા તેના જીવનમાં ગંભીર સંકટ ઊભું થયું હતું. RA ટેસ્ટ પોઝિટિવ આવતા ઉના સ્થિત મેહતા હોસ્પિટલ દ્વારા અંદાજે ₹35,000 જેટલો સારવાર ખર્ચ જણાવવામાં આવ્યો હતો, પરંતુ પરિવારની અત્યંત નબળી આર્થિક સ્થિતિને કારણે આ સારવાર શક્ય બની નહોતી.પ્રવિણાની માતા ડિવોર્સ થયેલ હોવાથી પરિવાર પાસે કોઈ આર્થિક આધાર કે સહારો ન હતો. રોજિંદા ખર્ચ પૂરાં કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું, ત્યારે ગંભીર બીમારીની સારવાર કરાવવી તેમના માટે અશક્ય બની ગઈ હતી.આ સંકટભરી પરિસ્થિતિમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશનભાઈ આઈ. કુબાવત માનવતાના ભાવ સાથે પ્રવિણાની મદદ માટે આગળ આવ્યા. ટ્રસ્ટ દ્વારા જરૂરી તમામ મેડિકલ રિપોર્ટ્સ કરાવી ઉના સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં મેડિસિન સ્પેશિયાલિસ્ટ ડૉ. દ્વારા યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી.પ્રવિણા સોલંકી 6 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહી હતી, જ્યાં તેની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. હાલમાં તેને રજા આપવામાં આવી છે, પરંતુ ડૉક્ટરોના જણાવ્યા મુજબ આગળ લાંબા સમય સુધી નિયમિત સારવાર અને દવાઓ જરૂરી રહેશે.કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રવિણાની અત્યાર સુધીની તેમજ આગળની સમગ્ર સારવારનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવા સમાજ માટે માનવતા, સંવેદના અને નિઃસ્વાર્થ સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે.સ્થાનિક ગ્રામજનોએ તથા સમાજના આગેવાનો દ્વારા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરકિશનભાઈ કુબાવતના આ માનવસેવાના કાર્યને બિરદાવ્યું છે અને આવાં સેવાભાવી કાર્યોથી જરૂરિયાતમંદોને નવી આશા મળે છે તેમ જણાવ્યું છે.
રિપોર્ટર ધર્મેશ ચાવડા






Total Users : 158288
Views Today : 