ખેડબહ્મા ના ગોતાકંપા માં સ્ફોટક પદાર્થોના ગોડાઉનનું કામ ફરી શરૂ કરાતા ગામમા વિરોધનો વંટોળ..
ગ્રામજનોએ કામ બંધ નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી ..
ખેડબ્રહ્મા તાલુકાના ગોતાકંપા ગામની સીમમાં સર્વે નંબર 98 પૈકીની જમીનમાં મેગ્ઝિન/સ્ફોટક પદાર્થોના ગોડાઉનનું બાંધકામ શરૂ થતાં સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ કામ બંધ નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.ખેડબહ્મા તાલુકાના ગોતા કંપાના ગ્રામજનોના જણાવ્યુ હતુ કે આ મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ અંગે કામ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવતા ગ્રામજનોમાં રોષે ભરાયા હતા ગામમા વિરોધ પ્રદર્શન કરી મોટી સંખ્યામાં મહિલાઓ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.તેમણે તાત્કાલિક ધોરણે બાંધકામ અટકાવવાની માંગ કરી હતી.ખેડૂત પિયુષભાઈ પટેલના જણાવ્યુુકે જૂના નકશામાં આ વિસ્તારમાં કોઈ રોડ દર્શાવવામાં આવ્યો નથી, તો નવા નકશામાં રોડ કેવી રીતે આવ્યો , આસપાસના રહીશોના નિવેદન લીધા વગર ગોડાઉન બાંધકામની મંજૂરી કેવી રીતે અપાઈ આ સમગ્ર મામલે સ્થાનિક ગ્રામ પંચાયતની ભૂમિકા પણ શંકાના દાયરામાં હોવાનું લાગી રહ્યું છે.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 158291
Views Today : 