હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે ના હદ વિસ્તારમાથી એક ઇસમને ગેરકાયદેસર ચાઇનીઝ દોરી ફિરકી નંગ-૧૬ સાથે પકડી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ
તા.૨૯/૧૨/૨૦૨૫ ના રોજ અમો ડી સ્ટાફના માણસો સાથે હાલ આગામી સમયમા આવતા ઉત્તરાયણ પર્વ અનુસંધાને ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી નુ વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ જિલ્લા મેજી.સા.શ્રી સાબરકાંઠા હિમતનગર નાઓએ જાહેરનામુ બહાર પાડેલ હોય જેની અમલવારી કરવા સારૂ હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ફરતા ફરતા આર.ટી.ઓ ચાર રસ્તા પાસે આવતા અમારી સાથેનાઆપોકો કુલદીપકુમાર અજયભાઈ બ ન ૧૦૮૯ નાઓને બાતમી હકીકત મળેલ કે પોલાજપુર પાટીયા પાસે આવેલ કોમ્પ્લેક્ષની પાછળ છીકણી કલરનુ ઝેકેટ પહેરેલ લાલ કલરનુ મોટરસાયકલ લઈ એક ઇસમ ચાઈનીઝ દોરીના ટેઈલરો સફેદ કલરના પ્લાસ્ટીકના થેલામાં રાખી વેચાણ કરવા સારુ ઉભેલ છે ” જે હકીકત આધારે સદરી જગ્યાએ જઇ બાતમી હકીકતવાળો ઇસમ થેલો લઇ ઉભેલ હોઇ તેનુ નામઠામ પુછતા મકદુમહુસૈન અબ્બાસમીયા મીસરીમીયા શેખ ઉ.વ.૨૦ રહે.હિમતનગર હસનનગર બ્લોક-એ તા.હિમતનગર જી.સાબરકાંઠા વાળો હોવાનુ જણાવતો હોય સદરી ઇસમ પાસેના પ્લાસ્ટીકના થેલામાં જોતા ચાઇનીઝ દોરીના ટેઇલર નંગ-૧૬ કિ.રૂ.૧૦,૪૦૦/- ની લાલ કલરનું યામાહા મો.સા.નંબર જી.જે.૦૯.સી.આર.૪૪૯૫ ઉપર પ્લાસ્ટીકના થેલામાં વેચાણ કરવા સારૂ રાખી મો.સા. કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૫,૪૦૦/- ના મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આમ હિંમતનગર ગ્રામ્ય પોલીસને ગે.કા. ચાઇનીઝ દોરીનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.
બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી સાબરકાંઠા






Total Users : 158554
Views Today : 