>
Wednesday, December 31, 2025

બાબરા શહેરને એસ.ટી. ડેપો ફાળવવા ઘારાસભ્ય જનક તળાવીયાની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને રજુઆત*

*બાબરા શહેરને એસ.ટી. ડેપો ફાળવવા ઘારાસભ્ય જનક તળાવીયાની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને રજુઆત*

 

*ઘારાસભ્ય જનક તળાવીયાનું વિકાસની દિશામાં વઘુ એક ડગલુ*

 

*બાબરા શહેરને એ.સટી.ડેપો ફાળવવાની શ્રી તળાવીયાની માંગ*

 

*ઘારાસભ્ય જનક તળાવીયાએ કરી ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને સત્તાવાર રજુઆત*

 

બાબરા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખી બાબરા ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાએ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ બાબરા શહેરને રાજ્ય પરિવહન નિગમ (એસ.ટી.)નો ડેપો ફાળવવા માટે સત્તાવાર રજુઆત કરી છે.

 

બાબરા શહેર અમરેલી જિલ્લાના મહત્વપૂર્ણ શહેરોમાંનું એક છે અને આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો માટે વેપાર, શિક્ષણ, આરોગ્ય તથા રોજગારનું કેન્દ્ર છે. દરરોજ હજારો મુસાફરો બાબરા શહેરમાંથી અમરેલી, રાજકોટ, અમદાવાદ, ભાવનગર સહિતના શહેરોમાં આવન-જાવન કરે છે. છતાં, આજદિન સુધી બાબરા શહેરને પોતાનો સ્વતંત્ર એસ.ટી. ડેપો ફાળવવામાં આવ્યો નથી, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ઘારાસભ્ય જનક તળાવીયાએ રજુઆતમાં જણાવ્યું હતું કે એસ.ટી. ડેપો ન હોવાના કારણે બસોની સંખ્યા મર્યાદિત રહે છે, સમયસર બસ સેવા મળતી નથી તેમજ વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, મહિલાઓ અને વયસ્ક નાગરિકોને ખાસ કરીને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો બાબરા શહેરને અલગ એસ.ટી. ડેપો ફાળવવામાં આવે તો બસ સેવાઓમાં વધારો થશે, સમયપાલન સુધરશે અને સમગ્ર વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે બાબરા શહેર પાસે એસ.ટી. ડેપો માટે યોગ્ય જમીન ઉપલબ્ધ છે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ નાગરિકો તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળવા તૈયાર છે. એસ.ટી. ડેપો શરૂ થવાથી સ્થાનિક યુવાનોને રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે અને શહેરની આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને કરવામાં આવેલી આ રજુઆત બાબરા શહેર અને તાલુકાના નાગરિકોના હિતમાં અત્યંત મહત્વપૂર્ણ હોવાનું ઘારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર બાબરા શહેરની જનહિતની આ માંગને ગંભીરતાથી લઈ વહેલી તકે યોગ્ય નિર્ણય કરશે.

અંતમાં, બાબરા શહેરના નાગરિકોએ પણ ઘારાસભ્ય જનક તળાવીયાની આ પહેલને આવકાર આપ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા બાબરા શહેરને એસ.ટી. ડેપો ફાળવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.

 

અહેવાલ મુકેશ ડાભી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores