થર્ટી ફર્સ્ટ ને લઈ ગીર સોમનાથ પોલીસ એકશન મોડ માં.
એસ.પી. જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત.
સંઘ પ્રદેશ દીવ અને આંતર જિલ્લા બોર્ડર પર ચેકપોસ્ટ કાર્યરત..
LCB, SOG નું ગીર વિસ્તારમાં સંયુક્ત કોમ્બિગ..ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી..

ગીર સોમનાથ જિલ્લો પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દિવની સરહદ સાથે જોડાયેલો હોવાથી 31મી ડિસેમ્બરની રાત્રે દારૂની હેરાફેરી અને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કિસ્સાઓ વધવાની શક્યતા રહેલી હોય છે.
આ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તમામ મુખ્ય હાઈવે અને અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. અહીંથી પસાર થતા પ્રત્યેક વાહનચાલકની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા એ ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે, પોલીસની આ સતર્કતાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ઉજવણી દરમિયાન થતા અકસ્માતોને રોકવાનો છે.
ગીર સોમનાથ જિલ્લામાં 31 ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ) નિમિત્તે કાયદો અને વ્યવસ્થા સુચારુ રહે તે હેતુસર છેલ્લા 15 દિવસથી પ્રોહિબિશન તેમજ ડ્રન્ક એન્ડ ડ્રાઇવ વિરુદ્ધ વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે.
આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત જિલ્લામાં
પ્રોહિબિશન હેઠળ કુલ 408 કેસો નોંધાયા છે, જ્યારે
મોટર વાહન અધિનિયમ કલમ 185 હેઠળ ડ્રન્ક એન્ડ ડ્રાઇવના 207 કેસો કરવામાં આવ્યા છે. હાલ પણ આ ખાસ ડ્રાઇવ ચાલુ છે.
જિલ્લામાં હાલમાં 02 ચેક પોસ્ટ કાર્યરત રાખવામાં આવી છે.
આ ઉપરાંત, તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ સ્ટેશન-વાઈઝ 12 અલગ અલગ વાહન ચેકિંગ પોઇન્ટ કાર્યરત રાખવામાં આવ્યા છે.
SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા જિલ્લામાં સઘન હોટેલ, ધાબા તથા ફાર્મ હાઉસની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરનામા ભંગ બદલ કુલ 10 કેસો નોંધવામાં આવ્યા છે.
આ ડ્રાઇવ અંતર્ગત LCB અને SOG દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 22 ટીમો બનાવી સઘન વાહન ચેકિંગ તેમજ પ્રોહિબિશન ધારા ભંગના કેસો કરવામાં આવી રહ્યા છે.
થર્ટી ફર્સ્ટ ની રાત્રીના મહેફીલ જમાવતા અને નશા માં ધૂત બનતા અવારા તત્વો ને એસ.પી. જાડેજા ની તાકીદ.. કાયદા માં રહેશો તો ફાયદા માં રહેશો..
ઊજવણી ના ઉન્માદ માં જો કોઈ નિર્દોષ સામાન્ય નાગરિકો ને હેરાન કરશો તો તમારી ખેર નહીં રહે.
અહેવાલ મુકેશ ડાભી







Total Users : 158560
Views Today : 