*યાત્રાધામ અંબાજી ખાતે પોષસુદ – ૧૪ ને તા.૦૨/૦૧/૨૦૨૬, શુક્રવારના પાવન દિને અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા માતાજીને રૂ.43,51,000 સુવર્ણમય અને રત્નોજડિત મુગુટ અર્પણ કરાયો.*
*બનાસકાંઠા જીલ્લા કલેકટરશ્રી અને અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી શ્રી મિહિર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જય ભોલેગ્રુપના દિપેશભાઇ પટેલ દ્વારા મંદિર ટ્રસ્ટને દિવ્ય અને ભવ્ય સોનાનો મુગુટ ભેટ ધરવામાં આવ્યો છે.*
યાત્રાધામ અંબાજી કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. ૫૧ શકિતપીઠ પૈકી હદયસ્થ શક્તિપીઠ તરીકે સુપ્રસિદ્ધ છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા સૂચવ્યા મુજબ માતાજીના શૃંગાર માટે સુવર્ણજડીત મુગુટનો શાશ્રોક્ત અને વેદોક્ત રીતે અભ્યાસ કરવામાં આવેલ. ભારતીય સંસ્કૃતિની ધરોહરયુક્ત ગાથા સમગ્ર વિશ્વમાં આપણને સૌને ગૌરવ પ્રાપ્ત કરાવે છે. વૈદિક શાસ્ત્રોમાં મા જગદંબાના શૃંગારનું અલૌકીક વર્ણન આપના શાસ્ત્રોમાં થયેલ છે. *શ્રી શારદાપીઠ શૃંગેરી મઠના શંકરાચાર્ય શ્રી વિધુશેખર ભારતી મહાસ્વામીજીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શ્રીવિદ્યામાં વર્ણિત સૂર્ય તથા તેના ૨૦ કિરણો, આઠમનો ચંદ્ર, મોરપીંછ, સહસ્ત્ર કમળ, ૧૬ નિત્યા, સપ્ત માતૃકા, ૧૦ મહાવીદ્યાના સંકેતોનો રત્નોજડીત મુગુટ બનાવવામાં આવેલ છે.* શંકરાચાર્યશ્રી દ્વારા આશીર્વાદ મેળવીને આજ રોજ આ સુવર્ણમય મુગુટની ભેટ આપવામાં આવેલ છે.
આવતી કાલે મા જગદંબાના પ્રાગટ્યોત્સવની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજની પ્રેરણાથી જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા માતાજીનો સુવર્ણ અને રત્નજડીત મુગુટ બનાવવાનો નિર્ધાર કરવામાં આવેલ. લગભગ ૩ મહિના જેટલો સમય આ મુગુટ બનાવવામાં થયેલ છે. પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી મીના કારીગરી, રત્નોનો ઉપયોગ કરી માં જગદંબાના આશીર્વાદથી બનેલ આ દિવ્ય અને ભવ્ય મુગુટ ભેટમાં પ્રાપ્ત થતા અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીએ આભાર વ્યક્ત કર્યો હોવાનું મંદિર ટ્રસ્ટની અખબાર યાદીમાં જણાવેલ છે અહેવાલ= મમતા નાઈ.






Total Users : 158788
Views Today : 