>
Wednesday, January 7, 2026

શામળાજી પરિસરમાં આવેલા ત્રિલોકી નાથ વિષ્ણુ મંદિરના હોદ્દેદારોની નિમણૂક કરાઈ

શામળાજી પરિસરમાં આવેલા ત્રિલોકી નાથ વિષ્ણુ મંદિરના હોદ્દેદારોની નિમણૂક કરાઈ

 

મહારાણા પ્રતાપના રાજ્યગુરુ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણો જે હલ્દીઘાટીના યુદ્ધ પછી ગુજરાત તરફ આવ્યા હતા. તે સમયે શામળાજી મુકામે તેમની સાથે આરાધ્યદેવ ત્રિલોકીનાથ ભગવાન અને નટરાજની દિવ્ય પ્રતિમા લાવી ઘર મંદિરની સ્થાપના કરેલ. કાળક્રમે સુંદર મંદિરની રચના કરવામાં આવેલ. હાલમાં સરકારશ્રી દ્વારા શામળાજીનો વિકાસ થતાં શામળાજી મંદિર સહિત એક પરિસરમાં બનેલ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશ સમાજના બાર ગામના માલિકીના શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર શામળાજીના ટ્રસ્ટના વર્ષ 2026-30ના પાંચ વર્ષના કાર્યકાળ માટે સમાજનાં દરેક ગામોમાંથી નિમાયેલા ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે ટ્રસ્ટના ચેરમેન પદે રીંટોડાના ભરતભાઈ દેવશંકર ઉપાધ્યાયની નિમણુંક કરવામાં આવી છે. શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર અને ટ્રસ્ટના સર્વાંગી વિકાસ માટે આગામી પાંચ વર્ષ માટે નીચે મુજબના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓ નિમણૂક પામ્યા છે. 

(૧) ચેરમેન: શ્રી ભરતભાઈ દેવશંકર ઉપાધ્યાય, રિંટોડા

(૨) વાઇસ ચેરમેન-૧: શ્રી રિતેશભાઇ જસવંતલાલ ઉપાધ્યાય, પુનાસણ

(૩) વાઇસ ચેરમેન -૨ : શ્રી ભરતભાઈ ભવાનીશંકર ઠાકર, વાંકાનેર

(૪) મંત્રી (સેક્રેટરી ) શ્રી પ્રકાશભાઈ પુરષોતમદાસ જોષી, પેઢમાલા

(૫) સહમંત્રી:શ્રી હર્ષદભાઈ બળદેવદાસ ત્રિવેદી, ભિલોડા

(૬) ખજાનચી: શ્રી સંજયભાઈ રવિશંકર ઉપાધ્યાય, ધોલવાણી

(૭) સહખજાનચી : શ્રી ધર્મેશભાઈ વિજયભાઈ ઉપાધ્યાય, બાખોર

(૮) બંધારણ સમિતિ ચેરમેન: શ્રી પ્રવીણભાઈ મુળશંકર ઠાકર, વાંકાનેર

(૯) બંધારણ સમિતિ વાઇસ ચેરમેન: શ્રી રમેશભાઈ બાબુલાલ ત્રિવેદી, સરવણા

(૧૦) સંકલન/સંપર્ક મંત્રી: શ્રી જીતેન્દ્રભાઈ ક્રૃષણારામ પંડયા, પેઢમાલા

(૧૧) કાર્યાલય મંત્રી: શ્રી પ્રદીપભાઈ હરિશ્ચંદ્ર પંડ્યા, ધુલેટા

(૧૨) ઉત્સવ મંત્રી: શ્રી અશ્વિનભાઈ રમેશચંદ્ર ત્રિવેદી, કુશલગઢ

(૧૩) ઓનલાઇન/ડીજીટલ એકાઉન્ટ મંત્રી: શ્રી લક્ષ્મીકાન્તભાઇ કરૂણાશંકર ઉપાધ્યાય, બાખોર

(૧૪) ઈન્ટરનલ ઓડીટર: શ્રી નરેશભાઈ નાથાલાલ જોષી, બામણા

(૧૫) પ્રસાર/પ્રચાર મંત્રી: શ્રી સમીરભાઈ ભરતભાઈ પંડ્યા, સુનસર

(૧૬) ટ્રસ્ટીશ્રી : શ્રી પરાગભાઇ સુરેશભાઈ ઉપાધ્યાય, રિંટોડા

(૧૭) ટ્રસ્ટીશ્રી : શ્રી પિન્કેશભાઇ વલ્લભદાસ વ્યાસ, પુનાસણ

(૧૮) ટ્રસ્ટીશ્રી : શ્રી રાજેશભાઈ ગજાનંદભાઇ ત્રિવેદી, ભિલોડા

(૧૯) ટ્રસ્ટીશ્રી : શ્રી મહેન્દ્રભાઈ પ્રભાશંકર ભટ્ટ, બામણા. નવા ટ્રસ્ટી મંડળના કાર્યકાળનો શુભારંભ 1 જાન્યુઆરી 2026ના શુભ દિવસે ત્રિલોકીનાથ ભગવાનની ચેરમેન, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ અને પંચ પ્રમુખ શ્રી રમેશભાઈ મણિલાલ ત્રિવેદી અને ગામોના હાજર રહેલા પંચ પ્રમુખો દ્વારા સમાજના અઢીસોથી વધારે લોકોની હાજરીમાં સોળશ:પચારની ભવ્ય પુજા, છપ્પન ભોગના મનોરથ કરવામાં આવ્યા હતા. બસોથી વધારે પરીવારો દ્વારા કરવામાં આવેલી સામુહિક આરતીથી ત્રિલોકીનાથ ભગવાનનો પરીસર દીપી ઉઠ્યો હતો. અને ભક્તિભાવનું અદભુત દ્રશ્ય સર્જાયું હતું. હોદ્દેદારો સહીત આવેલા તમામ જ્ઞાતિજનોનું મેવાડની શાનના પ્રતીક એવી મેવાડી પાઘ પહેરાવી પ્રફુલ્લભાઇ ઉપાધ્યાય અને તેમના સાથીઓ દ્વારા દરેકનું સન્માન કરવામાં આવ્યું હતું. હોદ્દેદારોને પાઘની સાથે ખેસ અને મોતીની માળાઓ પહેરાવી સન્માન કરવામાં આવતાં દરેકના માથા ઉપર શોભતી મેવાડના ખમીરનીb યાદ અપાવતી પાઘથી દીપતા મેવાડી બ્રાહ્મણોથી મંદિર પરિસર દીપી ઉઠ્યો હતો. શાકભાજીમાં અનેરું દ્રશ્ય સરજાયું હતું. છપ્પન ભોગનો પ્રસાદ દરેક ભાવિકો અને ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો. નવા ટ્રસ્ટીમંડળ દ્વારા તેમના કાર્યકાળના અને વર્ષ 2026ના આરંભના પ્રથમ દિવસે કરવામાં આવેલી ભવ્ય પુજાઅર્ચના અને શાનદાર આરંભથી જ્ઞાતિજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ થયો છે. એમ પ્રફુલ્લ ઉપાધ્યાય દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores