હિંમતનગર માં ચાઈનીઝ દોરી ફીરકી નંગ 25 સાથે બે ઈસમોને હિંમતનગર બી ડિવિઝન પોલીસ દ્વારા પકડી પાડ્યા
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વિરેન્દ્રસિંહ યાદવ IPS સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) સાહેબનાઓએ સાબરકાઠા જીલ્લામાં મિલ્કત સંબધી ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ તેમજ આગામી સમયમાં ઉતરાયણ તહેવાર નિમિતે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા સૂચના આપેલ હોય જે અન્વયે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારીશ્રી એ.કે. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી એ એમ ચૌધરી પોલીસ ઇન્સપેક્ટર બી ડીવી પો.સ્ટે.હિંમતનગર નાઓએ પો.સ્ટે વિસ્તારમાં ચાઇનીઝ દોરી વેચાણ કરતા ઇસમો વિરુધ્ધ અસરકારક કામગીરી કરવા સર્વેલન્સ સ્કોર્ડના સ્ટાફ ને સૂચના આપતા સર્વેલન્સના માણસો આ દિશામા સતત વોચ તપાસ કાર્યરત હતા દરમ્યાન અમો સર્વેલન્સના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગ ના.રા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અ.પો.કો.હિતેષકુમાર રમણભાઇ તથા અ.પો.કો.ધરમવિરસિંહ દિલીપસિંહ નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, હિંમતનગર બસ સ્ટેશન સામે આવેલ મુલ્કીભવન કોમ્પલેક્ષ પાસે રોડ ઉપર બે ઇસમ એક કાળા કલર નુ એક્ટીવા લઇ ઉભાછે અને એક્ટીવામાં આગળ ના ભાગે એક કંતાન નો કોથળો છે જે શંકાસ્પદ છે જેથી સુંદર જગ્યાએ જતા બે ઇમમ એક્ટીવા લઇ ઉભા હોય જેને કોર્ડન કરી પકડી બન્ને ઇસમ ના નામઠામ પુછતા (૧)આર્યનકુમાર કલ્પેશભાઈ વાઘેલા (૨)પીયુષભાઈ રાજેશભાઈ વાઘેલા રહે બન્ને .જનરલ પોસ્ટ ઓફિસ પાછળ,વાઘેલા વાસ,હિંમતનગર ના હોવાનું જણાવેલ સદરીબે ઇસમ પાસે કંતાનના કોથળામા જોતા ચાઇનીઝ દોરી પ્લાસ્ટીક પાકા સિન્થેટીક મટીરીયલ વાળી રીલ (ફીરકીઓ) હોય જે રીલ (ફીરકીઓ) ઉપર અંગ્રેજીમાં MONOFIL gold લખેલ રીલ (ફીરકીઓ) નંગ-૨૫ હોય જે એક રીલ (ફીરકી)ની કિં.રૂ.૫૦૦/ લેખે કુલ રીલ (ફીરકી) નંગ-૨૫ ની કિ.રૂ.૧૨૫૦૦૮ નો મુદ્દામાલ મળી આવતા કબ્જે લઇ આરોપી વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 160593
Views Today : 