>
Sunday, January 11, 2026

વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને વિદેશી દારૂ તથા ઇકો ગાડી સાથે 3.77લાખ ના મુદ્દામાલ સાથે ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડ્યો

વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમને વિદેશી દારૂ તથા ઇકો ગાડી સાથે 3.77લાખ ના મુદ્દામાલ સાથે ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડ્યો

 

નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ IPS ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહીલ IPS સાબરકાંઠા નાઓએ પ્રોહી-જુગારની પ્રવૃત્તી નેસ્તનાબુદ થાય તે રીતે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોઈ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ, ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ અમો આર.ટી.ઉદાવત પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોને આ દિશામા સતત વોચ રાખી કાર્યરત રહેવા સુચન આપેલ જે સુચના આધારે

પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમો તથા સર્વેલન્સ ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, મહાદ(રાજસ્થાન) તરફથી ખેડબ્રહ્મા તરફ એક ગ્રે કલરની મારુતિ ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને આવે છે જે હકીકત આધારે ખેડબ્રહ્મા પરોયા ત્રણ રસ્તા નજીક રોડ ઉપર નાકાબંધી કરી વૉચમાં હતા તે દરમ્યાન સદર વર્ણન વાળી ઈકો ગાડી આવતાં જેમાં ચેક સદર ઈકો ગાડીની અંદર વિદેશીદારૂ તથા બીયરની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-૮૬૪ જેની કીંમત રૂપીયા કિ.રૂ.૧,૨૭,૮૭૨ /-નો તથા ઈકો ગાડીની કીંમત રૂપીયા ૨,૫૦,૦૦૦/- ની મળી કુલ રૂપીયા ૩,૭૭,૮૭૨ /-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

 

– પકડાયેલ આરોપી :- કિરણજી ચંદાજી ઠાકોર રહે.વેજાવાડા તા.હારીજ જી.પાટણ

 

બ્યુરો રિપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores