આજરોજ ઉના તાલુકાના દેલવાડા ગામે તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા દ્રારા મકરસંક્રાંતિ પર્વની પૂર્વ સંધ્યાએ પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો
ઉના તાલુકાના દેલવાડા ગામે ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા દ્રારા મકરસંક્રાંતિ ઉત્તરાયણ નિમિત્તે પતંગ વિતરણ કરવામાં આવ્યું છે દેલવાડા ગામ ની કુમાર શાળા કન્યા શાળા સંઘવી વિધાલય ના વિધાર્થી તથા ગામ ના અન્ય બાળકો ને મફત પતંગ વિતરણ કરવામાં આવી હતી 1500 જેટલી સારી કોલેટીની પતંગ બનાવી ને વિતરણ કરવામાં આવી હતી બાળકો એ ઉત્સવ પુર્વક આ પતંગ વિતરણ કાર્યક્રમ મા હાજરી આપી હતી સાથે સાથે દેલવાડા ગામ ના કોળી સમાજ ના પટેલ બાબુભાઈ બાંભણીયા તથા રાહુલભાઇ બાંભણિયા ચનુભાઇ બાંભણિયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અત્રે એ ઉલ્લેખનીય છે કે સોમનાથ ખાતે યોજાયેલા સ્વાભિમાન શૌર્ય પર્વ નિમિત્તે પધારેલા દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ સાથે પણ હિરેનભાઇ બાંભણિયા એ સૌજન્ય મુલાકાત કરી હતી અને સંગઠન અને દેલવાડા ગામ ની રાજકીય ગતિવિધિઓ ઉપર લગભગ 5 મિનિટ સુધી ચર્ચા વિચારણા કરી હતી સાથે સાથે દેલવાડા ગામ ના યુવા આગેવાન તથા ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઇ બાંભણિયા એ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ સાથે કરેલી વાતચીત થી ગામ મા પણ લોકો એ હર્ષ ની લાગણી સભર શુભકામનાઓ પાઠવી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે ગ્રામ પંચાયત ની ચુંટણી ઓમા નવાજુની થવા ના એંધાણ વર્તાઈ રહ્યાં છે એવી લોક મુખે ચર્ચા થતી જોવા મળી રહી છે આમ આજે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પણ હિરેનભાઇ બાંભણિયા ની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી સાહેબ ની મુલાકાત નો મુદ્દે ચર્ચા થતી જોવા મળી હતી પતંગ વિતરણ ની સાથે સાથે નાના બાળકો માટે ચોકલેટ પણ વિતરણ કરવામાં આવી હતી.બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના






Total Users : 161228
Views Today : 