તારીખ 22/11/2023 ના રોજ લગભગ અંદાજે 03.11 વાગ્યાં જેટલાં સમયે વડાવલી ગામના વાઘજીપરા ના વતની દિલશાદબેન બાજીદભાઈ જાદવ ને ત્રીજી સુવાવડ નો અસહ્ય દુખાવો ઉપડતા તેમને ફટાફટ 108 હેલ્પલાઈન નો સંપર્ક કર્યો હતો.ત્યારબાદ onduty રહેલા EMT વિજેન્દ્ર ડોડીયા અને PILOT હેમંતભાઈ પ્રજાપતિ તાબડતોડ ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચતાની સાથે જ Emt વિજેન્દ્ર ડોડીયા એ દર્દી ને તપાસ કરતા દર્દી ને એમનીયોટિક ફલૂઇડ લીકેજ થઇ ગયેલ છે અને અસહ્ય દુખાવો continue ચાલુ જ હતો તેવું જાણવા મળેલ.
વાઘજીપરા ગામના બસ સ્ટેન્ડ થી સહેજ આગળ નીકળતા જ દર્દી ને ખુબજ વધારે ડિલિવરી નો દુખાવો ઉપડતા જ EMT વિજેન્દ્રભાઈ એ 108 ને સાઈડ માં ઉભી રખાવી અને ફટાફટ હેડ ઓફિસે રહેલા ERCP સાહેબ નો કોન્ટેક્ટ કરીને દર્દી ના VITALS અને crowning પોઝિશન વિશે જણાવતા તેમને ત્યાં સીન ઉપરજ ડિલિવરી કરાવી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી. પછી ફટાફટ EMT વિજેન્દ્રભાઈ એ PILOT હેમંતભાઈ ની હેલ્પ લેવા માટે તેમને EMT કેબીન માં પાછળ બોલાવી લીધા. તેના પછી ફટાફટ ડિલિવરી કીટ પહેરીને લગભગ 3:40 સમયે બાળક ની 108 માં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી. ડિલિવરી કરાવતી વખતે બાળક ની ગળા ફરતે કોર્ડ ખુબજ ટાઈટ રીતે વિન્ટળાયેલ જોવા મળતા ભારે જહેમત ઉઠાવીને ખુબજ સરળતાથી તે કોર્ડ ને કલેમ્પ કરીને કટ કરી હતી. પણ બાળક લગભગ એમનીયોટિક ફલૂઇડ પી ગયેલ છે તેવું લાગી આવેલ હતું. તેના પછી ફટાફટ દર્દીનું પ્લાસેન્ટા પણ સરળતાથી ડિલિવરી કરાવી હતી.બ્લીડીંગ બહુ વહી જતા ERCP Dr J. D. Patel સાહેબ નો કોન્ટેક્ટ કરીને મહિલા દર્દી ને ફટાફટ IV-RL ની 500 ML ની એક બોટલ ચડાવી દીધી અને બંને થાપે એક -એક એમ્પ્યુલ OXYTOCIN 10 Unit ઈન્જેકશન આપી દીધા હતા. મહિલા દર્દી ને IV-RL ની સાથે ઓક્સીજન આપીને અને બાળક ને હેલોજન લૅમ્પ વડે હુંફાળું રાખતા રાખતા વધુ સારવાર લેવા માટે નજીકની સરકારી Chc ચાણસ્મા ખાતે શિફ્ટ કર્યા હતા.
ત્યારપછી જન્મેલા બાળક ને હેલોજન લૅમ્પ વડે હુંફાળું વાતાવરણ મળી તે માટે એક્સટ્રા માં કાંગારૂ મધર કેર આપવા માટે બાળક ને તેમના મમ્મી સાથે છાતી થી લપેટી લેવા માટે આપેલ.
આ રીતે ચાણસ્મા લોકેશન ના EMT વિજેન્દ્ર ડોડીયા અને PILOT હેમંતભાઈ દ્વારા 108 માંજ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવવાં માં સફળતા મેળવી હતી.જેમાં દર્દી ના સગા જુબેદાબેન એ બે હાથ જોડીને 108 ચાણસ્મા લોકેશન ના Emt વિજેન્દ્રભાઈ અને pilot હેમંતભાઈ નો ખુબ ખુબ આભાર માન્યો હતો..
અહેવાલ.ઇમરાન મેમણ પાટણ