>
Saturday, June 6, 2026

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા “વીજ સલામતી સપ્તાહ” ની ઉજવણી કરાઈ

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા “વીજ સલામતી સપ્તાહ” ની ઉજવણી કરાઈ

 

સાબરકાંઠાના હિંમતનગર ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા “વીજ સલામતી સપ્તાહ”ની ઉજવણી કરાઈ હતી. વીજ અકસ્માતોથી સલામતી તેમજ જાહેર જનતાના જાનમાલના રક્ષણ માટે “વીજ સલામતી સપ્તાહ” અંતર્ગત જનતામાં વધુને વધુ જાગૃત્તા આવે અને જિંદગીભરની સલામતીના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવું હતું.

રેલીની શરૂઆત હિંમતનગર વર્તુળ કચેરીના પટાંગણમાંથી નીકળી ટાવર રોડ થઇ લઇ નવા અને જૂના બજાર માંથી પસાર થઇ પરત આવેલ હતી. રેલીની અંદર કર્મચારી મિત્રો દ્વારા વીજ સલામતીના બેનરો તથા વીજ સલામતીના સૂત્રો ઉચ્ચારાવી અને લોકોને વીજ સલામતી વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. અને વીજ સલામતી રાખવા માટે લોકો ને પ્રેરણા આપતા સૂત્રો ઉચ્ચારી વીજ સલામતી અંગેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં હિંમતનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેરશ્રી વી એસ કટારા, કાર્યપાલક ઇજનેરશ્રી આર ડી વસાવા, તેમજ વર્તુળ કચેરી અને વિભાગીય કચેરીના અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં આ રેલીમાં ભાગ લીધો હતો.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores