પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગર ખાતે વિશ્વ ઝૂનોઝિસ દિવસ ઉજવણી કરવામાં આવી
સરદારકૃષિનગર સ્થિત પશુચિકિત્સા અને પશુપલન મહાવિધ્યાલય, કામધેનુ યુનિવર્સિટી ખાતે તા. 06 જુલાઈ, 2026ના રોજ વિશ્વ ઝૂનોઝિસ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ ઝૂનોટિક રોગો, ખાસ કરીને હડકવા (રેબિઝ) અંગે જાગૃતિ લાવવાનો તથા પશુચિકિત્સકો અને વિદ્યાર્થીઓમાં રોગપ્રતિકારક સુરક્ષા વધારવાનો હતો.
ઉજવણીના ભાગરૂપે સવારે 9:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી રેબિઝ પ્રિ-એક્સપોઝર પ્રોફાયલેક્ટિક (Anti-Rabies Pre-Exposure Prophylaxis) રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના અધ્યાપકો, કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને એમ કુલ મળીને 300 જેટલા લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી.
રસીકરણ કાર્યક્રમનું ઉદ્ઘાટન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. ચૌહાણના હસ્તે એસ.ડી.એ.યુ. હેલ્થ સેન્ટર, સરદારકૃષિનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે જરૂરી રસી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બ્રીજેશ વ્યાસ દ્વારા વિનંતીને માન આપી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. રસીકરણ કામગીરી ડૉ. કૃણાલ મોદી, હેલ્થ સેન્ટર, સરદારકૃષિનગર તથા ડૉ. પી. આર. મીણા, મેડિકલ ઓફિસર, પી.એચ.સી. વાઘરોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નર્સો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર રસીકરણ કેમ્પનું નિરીક્ષણ ડૉ. દિલીપ દરજી, પૂર્વ તાલુકા આરોગ્ય અધિકારી, વાઘરોલ તથા ડૉ. રાહુલ ચંડેલ , તાલુકા આરોગ્ય અધિકારી, વાઘરોળ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ જ દિવસે બપોરે 12:00 થી 1:00 વાગ્યા દરમિયાન અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે “Rabies as Prototype for One Health Implementation” વિષય પર ઓનલાઈન વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન વિશ્વવિખ્યાત રેબિઝ નિષ્ણાત તથા WOAH Reference Laboratory for Rabies, Bengaluru ના લેબોરેટરી ડિરેક્ટર ડૉ. શ્રીકૃષ્ણ ઇસ્લૂર દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે રેબિઝ નિયંત્રણ, વન હેલ્થ અભિગમ અને માનવ-પશુ આરોગ્ય વચ્ચેના સંકલનની અગત્યતા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
વિશ્વ ઝૂનોઝિસ દિવસની ઉજવણીના સમાપન પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન સ્ટુડન્ટ્સ રિપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલ (Students’ Representative Council), સમસ્ત ઓર્ગનાઈજીંગ કમીટી તથા વેટરનરી પબ્લિક હેલ્થ વિભાગ દ્વારા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. ચૌહાણના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં
આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા રેબિઝ અને અન્ય ઝૂનોટિક રોગો અંગે જાગૃતિ ફેલાવવા તેમજ “વન હેલ્થ” અભિગમને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ યોગદાન પ્રાપ્ત થયું હતું.
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ બનાસકાંઠા
મો ન 9998340891


