>
Monday, July 13, 2026

ગીર સોમનાથ | સોશિયલ મીડિયા પર સિંહને પજવવાના વીડિયો મામલે વન વિભાગની મોટી કાર્યવાહી

ગીર સોમનાથ | સોશિયલ મીડિયા પર સિંહને પજવવાના વીડિયો મામલે વન વિભાગની મોટી કાર્યવાહી

ગીર (પૂર્વ) વન વિભાગે સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર સિંહને પજવવા તેમજ પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશના વીડિયો વાયરલ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ અને મદદનીશ વન સંરક્ષક કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા છેલ્લા 15થી 20 દિવસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વિશેષ તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન વેરાવળ શહેરમાં સ્થાનિક પોલીસની મદદથી કુલ 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદ જબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂક ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલાવત ઝેનુલ આબેદીન મહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના રહેવાસી હોવાનું વન વિભાગે જણાવ્યું છે.

તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @jabir_king_08, @kb_farhan_92, @its_aaz_baloch_77, @abiden.01, @sofiyan46, @ak_sabir_01 અને @soyb047 સહિતના આઈડી પણ સામે આવ્યા છે. તમામ આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે સિંહ અથવા અન્ય વન્યપ્રાણીઓને હેરાન કરતા કે પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ દર્શાવતા વીડિયો શેર કે વાયરલ ન કરે. આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક નજીકના વન વિભાગને જાણ કરવી, જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે.

આ સમગ્ર કાર્યવાહીમાં વનપાલ એમ. એચ. સોંદરવા, વનપાલ એચ. પી. માડમ, વનપાલ આર. બી. વાળા, વનરક્ષક જી.વી. પાથર, વનરક્ષક એસ. કે. કસોટિયા અને વનરક્ષક ડી. એન. વાઢેલ સહિત જસાધાર રેન્જના કર્મચારીઓએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.

વન વિભાગે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ સઘન પેટ્રોલિંગ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores