>
Tuesday, July 28, 2026

વિજનગર તાલુકામાં બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અંગે ખેડૂત તાલીમ/શિબિર યોજાઈ

વિજનગર તાલુકામાં બાગાયત ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અંગે ખેડૂત તાલીમ/શિબિર યોજાઈ

 

નાયબ બાગાયત નિયામકની કચેરી, સાબરકાંઠા દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા હેતુથી તા. ૨૮/૦૭/૨૦૨૬ના પ્રાકૃતિક કૃષિ જિલ્લા સહ સંયોજક પટેલ રાજેશભાઈ વિઠ્ઠલભાઈ ના વિશાંતી વન પ્રાકૃતિક ફાર્મ, ગામ–પ્રતાપગઢ કંપા, તા. વિજયનગર, જિ. સાબરકાંઠા ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ/શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું.

સદર તાલીમમાં નાયબ બાગાયત નિયામકશ્રી ડી. એમ. પટેલ દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ, ખેડૂતોને ઉપલબ્ધ સરકારી સહાય તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ, તેના લાભો અને અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

 

કૃષિ વૈજ્ઞાનિક, ખેડબ્રહ્મા ડૉ. ડી. ડી. ચૌધરી દ્વારા પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓ, બાગાયતી પાકોમાં તેના ઉપયોગ, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, ખેતી ખર્ચમાં ઘટાડો તેમજ ખેડૂતોને પોતાના ઉત્પાદનોનું સીધું બજારમાં વેચાણ કરીને વધુ વળતર પ્રાપ્ત થાય તે અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી.

 

કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી જે. પી. સોલંકી તથા આત્માના કર્મચારીશ્રી આર. એમ. રાઠોડ દ્વારા તાલીમના આયોજન અને સફળ સંચાલનમાં મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો.

તાલીમમાં ખેડૂતોનો ઉત્સાહજનક પ્રતિસાદ જોવા મળ્યો હતો અને વિજયનગર તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતી અંગેની ઉપયોગી માહિતી મેળવી તાલીમનો લાભ લીધો હતો.

 

અંતે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લેવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવી ટકાઉ, પર્યાવરણમૈત્રી અને આવકવર્ધક ખેતી પદ્ધતિઓ તરફ આગળ વધવા અનુરોધ કરવામાં આવ્યો.

 

બ્યુરો રીપોર્ટ …વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9990340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores