>
Tuesday, July 28, 2026

પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ BAPS સ્વામિનારાયણ મંદિર હિંમતનગરમાં ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી

પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ BAPS સ્વામિનારાયણ મંદિર હિંમતનગરમાં ભગવાનનાં દર્શન કરી ધન્યતા અનુભવી

 

હિંમતનગર કાંકણોલ જીત BAPS સ્વામિનારાયણ મંદિર ના મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજા એ દર્શન અભિષેક કર્યા

હિંમતનગરના કાંકણોલ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી અને ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ, કલેકટર લલિત નારાયણ સિંગ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ પી પટેલ , જિલ્લા પ્રમુખ બીજેપી કનુભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોએ મંદિર પરિસરમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન-વંદન કરી શીશ નમાવી આધ્યાત્મિક શાંતિ તથા ધન્યતાની અનુભૂતિ કરી હતી.

માનનીય મંત્રીશ્રીએ ભગવાનના શ્રીચરણોમાં જિલ્લાના સહુ નાગરિકોનું કલ્યાણ થાય, તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ થાય અને સમગ્ર ગુજરાત તથા દેશમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે કોઠારી પૂજ્ય મંગલપુરુષ સ્વામી અને સંતો દ્વારા મંત્રીશ્રીનું વિધિવત સ્વાગત કરી આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores