વડાલીની બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલમાં બાળમેળો યોજાયો

વડાલી શહેરની બી. જી. શાસ્ત્રી હાઈસ્કૂલ ખાતે શનિવારના દિવસે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, વ્યવહારુ કૌશલ્ય અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળમેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ મનોરંજનની રમતો, વિવિધ સર્જનાત્મક કૃતિઓ, ખાણીપીણીની વિવિધ વાનગીઓ તેમજ સ્વનિર્મિત ઉત્પાદનોના સ્ટોલ ઊભા કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાની આવડત અને કલાત્મકતાનો પરિચય કરાવતા વિવિધ પ્રકારની કૃતિઓ અને સ્વનિર્મિત વસ્તુઓ રજૂ કરી હતી.
ખાણીપીણીના સ્ટોલમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓ તૈયાર કરી રજૂ કરવામાં આવી હતી, જ્યારે સ્વનિર્મિત ઉત્પાદનોના સ્ટોલમાં વિદ્યાર્થીઓએ પોતાની મહેનત અને કૌશલ્યથી તૈયાર કરેલી વસ્તુઓનું પ્રદર્શન કર્યું હતું. મનોરંજનની વિવિધ રમતોમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સમગ્ર બાળમેળો આચાર્યશ્રી હસમુખભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.
બાળમેળાના આયોજનથી વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવાની સાથે સાથે સ્વનિર્ભરતા, સર્જનાત્મકતા, વ્યવહારુ જ્ઞાન અને આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકાસ થાય તેવો હેતુ સિદ્ધ થયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળામાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


