Wednesday, October 23, 2024

વડાલીના ફુદેડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

વડાલીના ફુદેડા ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

 

સાબરકાંઠા જિલ્લામાં વડાલી તાલુકાના ફુદેડા ખાતે”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી.ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નીહાળી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રીમતિ પિંકીબેન ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, ટીપીઓશ્રી, વિવિધ પદાધિકારીઓ,અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores