>
Thursday, August 13, 2026

વડાલીમાં બાળ સુરક્ષા અને પોષણ શક્તિ યોજના અંગે સંચાલકોની બેઠક યોજાઈ

વડાલીમાં બાળ સુરક્ષા અને પોષણ શક્તિ યોજના અંગે સંચાલકોની બેઠક યોજાઈ

 

વડાલી માં તારીખ 13/ 8 /26 બપોરે 4:00 કલાકે બી.આર.સી ભવન ખાતે મામલતદાર શ્રી ની અધ્યક્ષતામાં વડાલી તાલુકાના પ્રધાનમંત્રી પોષણ શક્તિ યોજના ના સંચાલકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

બેઠકમાં પ્રોટેક્શન ઓફિસર શ્રી જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વડાલી સંકલિત બાળ વિકાસ અધિકારી શ્રી બી.આર.સી. નાયબ મામલતદાર શ્રી પીએમ પોષણ યોજના એમ ડી એમ સુપરવાઇઝર શ્રીઓ મુખ્ય સેવિકાશ્રીઓ પ્રાથમિક શાળાઓના જૂથ મંત્રીશ્રીઓ તથા પીએમ પોષણ યોજના સંચાલકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

 

બેઠક દરમિયાન મુકેશભાઈ સોલંકી પ્રોટેક્શન ઓફિસર જિલ્લા બાળ સુરક્ષા એકમ સાબરકાંઠા દ્વારા 0 થી 18 વર્ષના બાળકોના રક્ષણ અને સલામતી અંગે વિસ્તૃત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એક્ટ 2015 પોક્સો એક્ટ 2012 બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 તથા બાળમજૂરી સંબંધિત કાયદાઓ અંગે વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.

 

બાળકો સાથે થતા શોષણ અત્યાચાર તથા અન્ય હિંસાના નિવારણ બાળકોના હકો અને તેમની સુરક્ષા માટેની કાયદાકીય જોગવાઈઓ અંગે ઉપસ્થિત સંચાલકો અને શિક્ષણ વિભાગના કર્મચારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા

 

આ ઉપરાંત મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત બાળકો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને દિવ્યાંગ લાભાર્થીઓ માટેની વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ અંગે પણ વિગતવાર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું

 

બેઠકમાં મધ્યાહન ભોજન યોજનાના સ્ટાફગણ કેન્દ્ર સંચાલકશ્રીઓ જૂથ શાળા આચાર્યશ્રીઓ સહિત ફૂલ 128 વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા સંરક્ષણ અને કલ્યાણ માટે સંબંધિત તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવાનો તથા કાયદાકીય જાગૃતિ સુદ્રઢ કરવાનો રહ્યો હતો

 

બ્યુરો રિપોર્ટ.. વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores