Saturday, December 21, 2024

શ્રી બાલુડા ધનશ્યામ મહારાજનો 19મો દિવ્ય પાટોત્સવ

રાણપુર પાસે લોયાધામમાં ઉજવાયો

શ્રી બાલુડા ધનશ્યામ મહારાજનો 19મો દિવ્ય પાટોત્સવ

તારીખ 10 Dec 2023 કાર્તિક વદ બારસ રવિવારના રોજ પરમ પૂજય ગુરૂવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પૂજ્ય મહંત સ્વામીના અધ્યક્ષપદે લોયાધામ દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી બાલુડા ધનશ્યામ મહારાજનો 19મો દિવ્ય પાટોત્સવ ધામધૂમથી અને દિવ્યતાથી ઉજવાયો. આ પ્રસંગે લોયાધામના આજુબાજુના ગામડા તથા અમદાવાદ આદિક ગામોના ભક્તો ઉમટી પડ્યા હતા. લોયાધામમાં શ્રીબાલુડા ધનશ્યામ મહારાજનો દિવ્ય અભિષેક અને અન્નકૂટ દર્શન લાભ પ્રાપ્ત કરીને તેઓ ધન્ય બન્યા. પૂજ્ય ભજન વલ્લભસ્વામીએ બાલુડા ધનશ્યામ મહારાજના પ્રગટ ચરિત્રોની કથામૃતનુ રસપાન કરાવ્યું હતું. પૂજ્ય દિવ્યવલ્લભસ્વામી પૂજ્ય શ્રીજીવલ્લભસ્વામી અને પૂજ્ય વિવેકવલ્લભસ્વામીએ મનનીયપ્રવચનનો લાભ આપ્યો હતો. પૂજય અદભૂત વલ્લભસ્વામીએ કિર્તન ભક્તિમાં ભક્તોને રસતરબોળ કર્યા.

 

અમેરિકાના રહેવાસી બહેને લીધો ત્યાગાશ્રમનો માર્ગ.

આ દિવ્ય પ્રસંગે દરબારગઢ મંદિરમાં બાલુડા ધનશ્યામ મહારાજની સેવા કરતા સાંખ્યયોગી માતાશ્રીઓના મંડળમાં ત્રણ બહેનો સમર્પિત થઈને પાર્ષદ દિક્ષાગ્રહણ કરી હતી. તેમાં પણ પાર્ષદ આજ્ઞાબેન ખૂબ જ સુખી સમ્પન્ન ઘરના એવં અમેરિકાના રહેવાસી હોવા છતાંય ઘર-સંસારનો ત્યાગ કરી ભગવાનની સેવામાં જોડાયા એ ઘટના આજના દિવસની લોયાધામની અજોડ અને ઐતિહાસિક કહેવાય.

પાર્ષદ આજ્ઞા બેન મૂળ ચરોતરના ખાંધલી ગામમાં પરણીત હતા. તેમના પૂર્વાશ્રમનુ નામ ઝંખનાબેન હરિકૃષ્ણ ભાઈ પટેલ હતું.જેમનો 21વર્ષનો એકનો એક પુત્ર છેલ્લા છ વર્ષથી લોયાધામમાં સંત છે. પૂજ્યપાદ ગુરૂવર્ય શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના આર્શિવાદ તથા પ્રભુભક્તિ અને જગવિરક્તિના પૂર્વના ઉત્કૃષ્ટ સંસ્કારોને કારણે બન્ને પતિપત્નિ પ્રભુપરાયણ તેમજ સત્સંગ પરાયણ જીવન જીવતા હતા. કરોડોપતિ હોવા છતાં આ પતિ- પત્નિએ પરસ્પર સહમતી સાથે એવં વૈરાગ્ય સાથે સંસારનો ત્યાગ કરીને લોયાધામ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા બે-ત્રણ વર્ષની સમર્પિત થયા હતા. આજે તિવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થયેલા સત્સંગ પરાયણ પાર્ષદ આજ્ઞા બેને બાલુડા ધનશ્યામ મહારાજના 19મા પાટોત્સવના પ્રસંગે પાર્ષદ દિક્ષા પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી.

 

આ સાથે બીજા ધારપીપળા ગામના રામભાઇની બે દિકરીઓએ પણ શ્રીહરિના ચરણે સમર્પિત થઈ પાર્ષદની દિક્ષાગ્રહણ કરી હતી. જેમનુ નવું નામ પાર્ષદ જ્યોસના બેન અને પાર્ષદ કિંજલબેન પાડવામાં આવ્યું હતું.આજનો દિવસ શ્રી લોયાધામ સત્સંગ સમાજ માટે ઐતિહાસિક બની ગયો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores